Abtak Media Google News

અબતક, કીરીટ રાણપરીયા, ઉપલેટા

ઉપલેટાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચુંટણી આગામી તા. 17મીએ યોજાવાની છે ત્યારે ગઇકાલે ર્ફોમ ભરતા અંતિમ દિવસે 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા હતા. ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી સામાન્ય ચુંટણીમાં ખેડુત વિભાગની 10 બેઠકો, વેપારી વિભાગની ચાર બેઠકો અને સહકારી ખરીદ વેચાણ સંઘની બે બેઠકો મળી કુલ 16 બેઠકો માટે આગામી 17મીએ ચુંટણી યોજાઇ રહી છે.

આજે ચકાસણી થશે, ઉમેદવારી પરત ખેંચવાની તા.9,  17મીએ મતદાન ને 18મી મતગણતરી થશે

ગઇકાલે ફોર્મ ભરવાના અંતીમ દિવસે ખેડુત વિભાગની 10 બેઠકો માટે ર1 ઉમેદવારો, વેપારી વિભાગની ચાર બેઠકો માટે 11 ઉમેદવારો અને સરકારી ખરીદ વેચાણ સંઘની બે બેઠકો માટે પાંચ ઉમેદવારો એ ઉમેદવારી પત્ર ચુંટણી અધિકારી સમક્ષ રજુ કર્યા હતા. ચુંટણી માટે ભરાયેલ 37 ફોર્મની આજે ચુંટણી અધિકારી ચકાસણી કરશે ત્યારબાદ આગામી 9 મીએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે.

જો ચુંટણી યોજવાની થાય તો 17મીએ મતદાન અને 18મી મતગણતરી યોજાશે. માકેટીંગ યાર્ડના ચુંટણીમાં રાજયમંત્રી અને સહકારી આગેવાન જયેશભાઇ રાદડીયા (ભાજપ પ્રેરિત પેનલ) ના ખેડુત વિભાગમાં 10 વેપારી વિભાગમાં 4 અને સહકારી ખરીદ વેચાણ વિભાગમાં બે ઉમેદવારોએ ફોર્મ ભરયા છે.

અમુક ઉમેદવારોએ નાક દબાવવા ફોર્મ ભર્યા

મોટે ભાગે યોજાતી સહકારી ચુંટણીમાં રાજયમંત્રી જયેશભાઇ રાદડીયા નો દબદબો હોય છે. પણ અમુક ઉમેદવારોએ પોતાનું હિત સાધવા અને માત્રને માત્ર નાક દબાવવા ઉમેદવારી નોંધાવી છે. આવા ઉમેદવારો ના અસલી ચહેરો તા.9મી બહાર આવી જશે.

ચુંટણી પૂર્વ જ વર્તમન ચેરમેને નિવૃતિ લીધી

યાર્ડની પાંચ વર્ષ સુધી સરાહનીય કામગીરી કરનાર વર્તમાન ચેરમેન માધવજીભાઇ પટેલ ચુંટણીના ત્રણ દિવસ પહેલા યાર્ડન ચુંટણીમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.