Abtak Media Google News

પ્રદૂષણના ભરડાંથી તમે તમારા ઘરમાં પણ સુરક્ષીત નથી : વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર ઇનડોર એર પ્રોલ્યુશનથી વર્ષે 40 લાખ લોકો પર ઉંમર પહેલા મોતનો ખતરો તોળાઇ રહ્યો છે

જાયે તો જાયે કહાં…. પ્રદુષણની સમસ્યા દિનપ્રતિદિન ઘેરી અને વિકટ બનતી જઈ રહી છે. બહાર રોડ-રસ્તા પર તો ઠીક પરંતુ હવે તો અંદર ઘરનું વાતાવરણ પણ ભયંકર રીતે પ્રદુષિત થઈ રહ્યું છે. ચાર દીવાલ વચ્ચે પણ શ્વાસ લેવો  મુશ્કેલ બની રહ્યો હોય તેમ સ્થિતિ ઉભી થઈ છે. મોટા ભાગના લોકો આઉટડોર પ્રદુષણ વિશે ચિંતિત હોય છે. બહારના પ્રદુષિત વાતાવરણથી જ જાણકાર હોય છે પણ શું કોઈને  એ ખ્યાલ છે કે આઉટડોર કરતાં ઈનડોર પોલ્યુશન તમને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે..?? પ્રદૂષણના ભરડાંથી તમે તમારા ઘરમાં પણ સુરક્ષિત નથી..!!

વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ઈન્ડોર વાયુ પ્રદૂષણ વાર્ષિક 4 મિલિયન લોકોના અકાળ મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે. માત્ર એટલું જ નહીં આરોગ્ય, આર્થિક અને સામાજિક પરિણામોનું કારણ બની શકે છે. ઘર, ઓફીસ જેવા ઈનડોર પ્રદૂષણ અનુભવાતું નથી પરંતુ તે અંદર રહેલા માણસોને તેમના આયુષ્ય પહેલા જ મારી નાખવાની શક્તિ ધરાવે છે.

જ્યારે આપણે વાયુ પ્રદૂષણ વિશે વિચારીએ, ત્યારે ઘણી વખત મનમાં વાહનો, કારખાના-ફેકટરીઓ દ્વારા થતું ઉત્સર્જન, ધુમ્મસ, ધૂળ અને ધુમાડો જ નજરે આવે છે. પણ સત્ય એ પણ છે કે, હવા હવે ઝેર બની રહી છે. વૈજ્ઞાનિકએ તાજેતરમાં ગાઢ અભ્યાસ કરી સંકેત આપ્યો છે કે આપણા ઘરો અને અન્ય ઇમારતોની હવા બહારની હવા કરતાં વધુ ગંભીર રીતે પ્રદૂષિત થઈ રહી છે.  પર્યાવરણીય સંરક્ષણ એજન્સી-યુ.એસ.ના અહેવાલ મુજબ  પ્રદૂષણનું ઇન્ડોર લેવલ કદાચ બેથી પાંચ ગણા – અને ક્યારેક ક્યારેક 100 ગણાથી વધારે – આઉટડોર લેવલ કરતા વધારે છે. આ ખાસ કરીને એટલા માટે જાણવું મહત્વનું છે કારણ કે મોટાભાગના લોકો તેમનો 90% સમય ઘરની અંદર વિતાવે છે. તેથી હવાની નબળી ગુણવત્તા આપણી સુખાકારી પર જોખમી અસર પાડે છે.

ઈન્ડોર એર પોલ્યુશન (IAP)નું કારણ શું છે?

IAPના કેટલાક સ્વરૂપો સરળતાથી ઓળખી શકાય છે. રસોઈનો ધુમાડો કે જે સ્વાદિષ્ટ ભોજન માટે તમારા ઘરમાં ઉતપ્પન થાય છે અથવા જ્યારે મોલ્ડ ઉપદ્રવ તમારા રૂમને દુર્ગંધયુક્ત બનાવે છે. જો કે, વાયુ પ્રદૂષણના અન્ય સ્વરૂપો, જેમ કે અસ્થિર કાર્બનિક સંયોજનો (વીઓસી), પાળતુ પ્રાણીના મળ-મૂત્ર, ધૂળ જેવા કારણો છે. વીઓસી એ વાયુઓ છે જે ગંધયુક્ત હોય છે અથવા ન પણ હોઈ શકે અને આશ્ચર્યજનક સ્રોતોમાંથી આવી શકે છે જેમ કે સફાઈ ઉત્પાદનો, ફર્નિચર, કલા પુરવઠો અને સામાન્ય ઘરેલુ વસ્તુઓ જેમ કે અત્તર, ગુંદર, રેઝિન, પોલીશીંગ જેવી ચીજ-વસ્તુઓ માંથી પણ ઉતપન્ન થાય છે. બર્નિંગ એકમો કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક કણોના ઇન્ડોર સ્તરમાં પણ વધારો કરી શકે છે. આમ, આ બાબતની ગંભીરતા લઈ ધયન દેવુ અનિવાર્ય બન્યું છે. અથવા બહાર કરતા પણ અંદરનું વાતાવરણ વધુ ઝેરી બની જશે..!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.