ભારે વરસાદના કારણે જામનગરમા મેઘ તારાજી, અસરગ્રસ્તોની વ્હારે આવ્યા CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં ગઈકાલે ખાબકેલા વરસાદના કારણે જામનગર જિલ્લામા મેઘ તારાજી સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં ખૂબ જ નુકસાન થયું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાતે ગયા હતા. આ ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાય થી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.