Abtak Media Google News

માર્ગ અકસ્માતમાં ઉત્તરપ્રદેશ પ્રથમ જ્યારે મધ્યપ્રદેશ બીજા ક્રમાંકે!!

ટ્રાફિક સેન્સના અભાવે અવસર નવાર માર્ગ અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. માર્ગ અકસ્માત દર વર્ષે દેશભરમાં લાખો લોકોનો ભોગ લેતી હોય છે જેની પાછળનું મુખ્ય કારણ ટ્રાફિક અંગેની જાગૃતતાનો અભાવ છે. વિશ્વ યુદ્ધમાં પણ જેટલા લોકોએ જીવ નહીં ગુમાવ્યો હોય તેનાથી પણ વધુ લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે.

વર્ષ ૨૦૨૦ દરમિયાન માર્ગ અકસ્માતમાં લગભગ ૧.૩૪ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યાનું સામે આવ્યું છે. જોકે આ આંકડો વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં લગભગ ૧૨% ઓછો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ૨૦૨૦ )ના રિપોર્ટ અનુસાર જે  આઈપીસી હેઠળ નોંધાયેલા ગુનાઓમાં ઉત્તરપ્રદેશ ૨૩,૧૨૧ મૃત્યુ સાથે ટોચ પર છે.  મધ્યપ્રદેશ માર્ગ અકસ્માતની જાનહાનિમાં બીજા ક્રમાંકે છે. વર્ષ ૨૦૧૯માં કર્ણાટકમાં પોલીસ રેકોર્ડ મુજબ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમાંકે હતું.

ગયા વર્ષ દરમિયાન હિટ એન્ડ રન કેસોમાં ૪૫,૨૨૯ લોકો માર્યા ગયા હતા જે રોડ અકસ્માતોને લગતી બેદરકારી હેઠળ નોંધાયેલા કુલ મૃત્યુના લગભગ ૩૪% છે. ૨૦૧૯ દરમિયાન આ સંખ્યા ૫૨,૫૪૦ % હતી જે પોલીસ રેકોર્ડમાં આવા કુલ મૃત્યુના ૩૪.૫% હતા.

૨૦૨૦માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસે આ ગુના માટે ૭૯,૩૦૮ લોકોની ધરપકડ કરી હતી જેમાં ૨૫૯ મહિલાઓ હતી.  રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક છોકરી સહિત ૨૬ કિશોરોને પોલીસે આ ગુના માટે પકડ્યા હતા.

દરેકને અપેક્ષા હતી કે ૨૦૨૦ માં લોકડાઉન અને દેશભરમાં અવરજવર પર પ્રતિબંધને કારણે માર્ગ મૃત્યુ નોંધપાત્ર રીતે ઘટશે પરંતુ પ્રાપ્ત માહિતી બિલકુલ વિપરીત છે. આપણે વૈજ્ઞાનિક અભ્યાસ અને પુરાવાઓના આધારે ઉકેલો શોધવાની જરૂર છે.  આ અહેવાલને ધ્યાનમાં રાખીને જ્યારે એનસીઆરબી અકસ્માતોને કારણે થયેલા મૃત્યુના અહેવાલ સાથે બહાર આવે છે ત્યારે તમામ માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુની સંખ્યા વધારે હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.