Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

લીંબડીના ભથાણ ગામે માતાજીના દર્શન કરવા જતા એક યુવાનનો પગ લપસી જતાં પડી જવાથી માતાજી પાસે મુકેલું ત્રિશૂળ પેટમાં ઘૂસી જતાં મોત નીપજ્યું હતું. લીંબડીના ભથાણ ગામે યુવકનુ ત્રિશૂળ વાગવાથી મુત્યુ થયુ હતું. ત્યારે ભથાણ ગામે રહેતા દાનું ચતુરભાઈ દેવી પુજકનો પુત્ર વિજય દારૂ પીને ઘરે આવ્યો હતો તે સમયે માતાજીના દર્શન કરવાં જતાં વરસાદી પાણીથી તેના ઘરમાં કાદવ કિચડ હોવાથી પગ લપસતાં માતાજી પાસે મુકેલ ત્રિશૂળ તેના પેટમાં ઘુસી જતાં દુર્ઘટના સર્જાઈ હતી.

યુવકને તાત્કાલિક સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તપાસમાં તેને મૃતક જાહેર કર્યો હતો. જ્યારે આશંકાને ધ્યાનમાં રાખીને બનાવવામાં જોઈએતો ત્રિશૂળને ત્રણ ધાર હોય પણ વિજયના શરીર ઉપર પડખામાં એક જ ઘા જોવા મળતો હોવાથી શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે કે આ ઘટના છે કે બીજું કાંઈ. આ અંગેની પોલીસ તપાસ હજી ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.