Abtak Media Google News

પોલીસ જાપ્તા માંથી ફરાર અને કુવાડવા રોડ પોલીસ મથકના ચોપડે વોન્ટેડ શખ્સ સામે સાત ગુના નોંધાયા: 1 લાખનો મુદામાલ કબ્જે

ચોરી કરેલા બાઇક લઇ કારખાનામાં તસ્કરો કરી બાઇકને રેઢુ મુકી દેતા: એલ.સી.બી.ના પી.આઇ. એ.આર. ગોહિલ સહિતનો સ્ટાફનેમળી સફળતા

રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકના ઔઘોગિક વિસ્તારમાં તરખાટ મચાવનાર વોન્ટડ સહિત તસ્કર ત્રિપુટીને ગોંડલ તરફ ભરુડીના પાટીયા પાસેથી એલ.સી.બી. એ ઉઠાવી ઘરફોડ, બાઇક, મોબાઇલ અને કોપર વાયર સહીત 14 ગુનાનો ભેદ ઉકેલી રૂ. 1.02 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલો મુખ્ય સુત્રધાર પોલીસ જાપ્તામાંથી નાશી ગયો તેમજ કુવાડવા રોડ પોલીસ મથકના ચોપડે ત્રણ ચોરીના ગુનામાં વોન્ડેટ રન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગ્રામ્યમાં વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા અને વણઉકેલ બનાવોના ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. એ.આર. ગોહિલ સહિતનો સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધયુૃ હતું.

પેટ્રોલીંગ દરમિયાન મુળ કોટડા સાંગાણી તાલુકાના બગદડીયાનો અને હાલ ભચાઉ ખાતે રહેતા વિક્રમ ઉર્ફે વિકુ મછા વાજેલીયા, દિનેશ બાવનજી ચારોલીયા અને રાજકોટના પુનીતનગર પાણીના ટાંકા પાસે રહેતો જીગા વલ્લભ સાડમીયા સહીત શખ્સો ગોંડલ નજીક ભરૂડીના પાસે ચોરી કરવાના ઇરાદે રખડતા હોવાની હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, અને પ્રહલાદસિંહ રાઠોડ સહીતને મળેલી બાતમીના આધારે વોંચ ગોઠવી હતી.પી.એસ.આઇ. એસ.જે. રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની અને બાલકૃષ્ણભાઇ ત્રિવેદી સહીતના સ્ટાફે ઉપરોકત ત્રિપુટીની અટકાયત કરી તેના કબ્જામાંથી બે બાઇક, ટીવી, મોબાઇલ, ચાંદીનો ચેઇન અને રોકડા મળી રૂ. 1.02 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

ઝડપાયેલા શખ્સે રીબડા ચોકડી નજીક કારખાનામાંથી પાચ મોબાઇલ અને બાઇક, પીપલાણા વિસ્તારમાં કારખાનામાંથી પાંચ મોબાઇલ અને રોકડા, શાપર નજીક કારખાનામાં ટીવી અને મોબાઇલ, રીબડા ફાટક પાસેથી બાઇક ચોરી કરી ચોકડી પાસે રેઢુ મુકી દીધેલ, કોઠારીયા રોડ રણુજા મંદિર નજીક બે બાઇક ઉઠાવી અને દામોદર સર્કલ પાસે અને વોકળાના કાંઠે મુકી દીધેલ.લોઠડા પાસે કારખાના વિસ્તારમાંથી એકીટવા ઉઠાવી શિવધારા સોસાયટી પાસે રેઢુ મુકી દીધેલ, ગુંદાસરા ગામેથી બાઇકની ચોરી કરી કોઠારીયા પાસે મુકી દીધેલ, કોઠારીયા સોલવન્ટ વિસ્તારના અને લોકઠાના કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરી રણુજા મંદિર નજીક સોસાયટીમાંથી બાઇક ચોરી કરી પાર્ટસ કાઢી લીધેલા, લોઠડા નજીક કારખાનામાઁથી બાઇક, ત્રણ મોબાઇલ અને વાયરની ચોરી કરી અને કોઠારીયા રણુજા મંદિર નજીક બાઇકની ચોરી કરી પાર્ટસની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

ઝડાપાયેલી ત્રિપુટી કોઇ જગ્યાએથી બાઇક ચોરી કરતા અને ચોરાયેલા બાઇક બે રાત્રિના સમયે ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રાત્રિના સમયે રેકી કરી એક શખ્સ બહાર ઉભો રહે અને અન્ય શખ્સો કારખાનામાં ત્રાટકી ચોરીને અંજામ આપતા હોવાની મોડસ ઓપરેન્ટી છે.ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર વિક્રમ વાઘેલા સામે કોટડા સાંગાણીમાં ચાર, કેશોદ, ચોરવાડ અને ભકિત નગર પોલીસ મથકના ચોપડે ચોરીના ગુનામાં ચડી ચુકયો છે.ઉપરાંત વિક્રમ વાઘેલા કુવાડવા રોડ પોલીસ મથકના ચોપડે ત્રણ ગુનામાં અને પ્ર.નગર પોલીસ મથકના એક ગુનામાં વોન્ટેડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.