Abtak Media Google News

મહિલાઓને બિભત્સ ફોટા મોકલ્યા ની ફરિયાદની તપાસના બહાને ધમકી આપી FACEBOOK ના પાસવર્ડ માંગી તીન પત્તીની ચિપ્સ અને ઉઠાંતરી કરતો

2018 થી ઓનલાઈન જુગારની લતે ચડેલા યુવક ગુનાખોરીના રવાડે ચડ્યો :રાજકોટ સહિત રાજ્યના અનેક નબીરાઓને શિકાર બનાવ્યા

નબીરા અને  સુખી-સંપન્ન ધરના યુવાનોને સોશિયલ મીડિયાના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ તરીકેની ઓળખ આપી બ્લેકમેલ કરી રફભયબજ્ઞજ્ઞસ આઇડી મારફતે યિંયક્ષ ાફિિંંશ ગેમ ની ચીપ્સ ટ્રાન્સફર કરાવી લીધાનનો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર , અમદાવાદ અને બરોડા અનેક યુવાનો શિકારનો ભોગ બન્યા નો બહાર આવ્યું છે. જેમાં જેતપુરના બે યુવાનો સામે ફેસબુકમાં મહિલાઓને બીભત્સ ફોટા મોકલ્યાની ફરીયાદ થઈ હોવાનું જણાવી પોતાની ઙજઈં તરીકેની ઓલખ આપી બંને યુવાનોના ફેસબુકના પાસવર્ડ મેળવી તીનપતી ગેમની સાડા ચારસો કરોડ ચીપ્સ ટ્રાન્સફર કરી લીધાની નવતર પ્રકારની છેતરપીંડીમા  જામનગર પંથકના એક શખ્સને એલસીબીએ સકંજામાં લીધો છે.

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ  શહેરના બાવાવાળાપરા વિસ્તારમાં રહેતો અભય વડાલીયા નામના યુવાને સીટી પોલીસમાં નોંધાવેલ ફરીયાદ મુજબ તેમના પિતા ગીરીશભાઈના મોબાઈલ પર કોઈ શખ્સે ફોન કરી પોતાની ઓળખાણ રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીએસઆઇ જયદીપસિંહ પરમાર તરીકેની ઓળખાણ આપી. અને જણાવેલ કે અભયે પોતાના ફેસબુક આઈડીમાંથી કોઈ મહિલાને બીભત્સ ફોટા મોકલ્યાની પોલીસ ફરીયાદ થઈ છે. જેથી પોતે કોઈ મહિલાને ફોટા ન મોકલ્યા હોવાનું અભયે જણાવતા તે વાતની ખરાય કરવા તેની પાસે ફેસબુક આઇડીના પાસવર્ડ માંગ્યા હતાં.

જેથી અભય પોલીસના નામથી ડરીને પાસવર્ડ આપતા તે ખોટા હોવાનું જણાવી નવો પાસવર્ડ રિસેટ કરવા જણાવેલ હતું. થોડીવારમાં નવો પાસવર્ડ આવી જતાં હું તમારું એકાઉન્ટ તપાસી લઉં અને પછી ફોન કરીશ તેમ નકલી પીએસઆઇ જણાવી ફોન કાપી નાંખેલ. ત્યારબાદ ફરીયાદ અંગે શું થયું તે જાણવા અભય નકલી પીએસઆઇના નંબર ઉપર કોલ કરતા તે કોલ ડાયવર્ટ કરેલ હતો. અને પોતાના એફબી આઈડીમાં લોગીન થઈ તીનપતી ગેમની સાડા ચારસો કરોડ ચિપ્સની ઉઠાંતરી કરી લીધીનું જણાયેલ.

પરંતુ પોતાના પિતાનો નંબર આ ફ્રોડ પાસે ક્યાંથી આવ્યો તે બાબતે તેમને જાણવા મળેલ કે, તેમના પડોશમાં રહેતા કૌટુંબિક બનેવી ગીરીશભાઈ કુંભાણીને આ ભેજાબાજ ફ્રોડનો ફોન આવેલ અને તેમને પણ એલસીબી ગ્રામ્યના પીએસઆઇ તરીકેની ઓળખ આપી તેમના ભત્રીજા વાસુ કુંભાણી અને અભયે પોતપોતાના એફબી આઈડીમાંથી કોઈ મહિલાને બીભત્સ ફોટા મોકલ્યાની ફરીયાદ થઈ હોવાનું જણાવ્યું હતું. અને અભયના માતા પિતાના મોબાઈલ નંબર તેમની પાસેથી મેળવ્યા હતા. અને ફરીયાદીની જેમ જ વાસુ કુંભાણી પાસેથી પણ તેમનો પાસવર્ડ મેળવી તીનપતી ગેમની સાડા ચારસો ચિપ્સની ઉઠાંતરી કરી લીધી હતી.

આમ, પીએસઆઇ તરીકેની ખોટી ઓળખ આપી નવતર પ્રકારની છેતરપીંડી કરનાર અજાણ્યા શખ્સ સામે પોલીસે આઈપીસી 170, 406, 419 આઇટી એક્ટ 66(સી),  66(ડિ) હેઠળ ફરીયાદ નોંધી હતી. આ બનાવની એલસીબીના પીઆઇ એ.આર.ગોહિલ  તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ  ગંભીરતા લઈ મોબાઇલ નંબરના આધારે અને ખાનગી રાહે તપાસ કરતા જામનગર પંથકનો યુવાન હોવાનું ખુલ્યું હતું પોલીસે આ યુવકને ઉઠાવી લઈ પ્રાથમિક તપાસમાં 2018 થી ઓનલાઈન જુગાર વાળો હોવાથી બેલેન્સ ખુટી જતા મોબાઇલ નંબરના આધારે તલાટી અને નબીરાઓને ફોન કરી એલસીબીના પીએસઆઇ જયદીપસિંહ તરીકેની ઓળખ આપી તમારી સામે મહિલાઓનો બીભત્સ ફોટો મોકલ્યાનો અને તપાસ ના બહાને Facebook પાસવર્ડ મામા માંગી teen patti ચિપ્સની ટ્રાન્સફર કરાવતો હોવાનું ખુલ્યું છે તેણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ બરોડા પંથકના અને યુવાનોને પણ શિકાર બનાવ્યા નું ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.