Abtak Media Google News

દુનિયાભરના મોસમ કરતાં આપણું હવામાન કે જે મૌસમી પવનોથી નકકી થતું હોવાથી વધુ અને ગુંચવણ ભર્યા પરિબળોને અસર કરે છે

વરસાદનું  વિજ્ઞાન પહેલા હતું અને આજે પણ છે. હવામાનની આગાહી કરતા ઋતુ ચક્રોને સમજવાના ના અનેક પરિબળો છે. તેનો અભ્યાસ સમગ્ર વર્ષ દરમ્યાન થાય છે. સમગ્ર અભ્યાસમાં અવલોકન અને માહીતીનો સૌથી મોટો ફાળો હોય છે. વ્યાપક નિરીક્ષણો અને માનવો દ્વારા મેળવાતી માહીતી ભેગી કરીને તેનું વિશ્ર્લેષણ કરવામાં આવે છે.

જેમ જેમ વૈજ્ઞાનિકો તેના સાધનો જેવા કે તાપમાન, પવનની ગતિ અને દિશા માપવાના સાધનો વધુ ચોકકસ બને તો જ તેની વિશ્ર્વનીયતા સાથેની સચોટ આગાહી કરી શકાય છે. આજે તો ઉપગ્રહો દ્વારા ચોકસાઇ ભરી માહીતી મેળવાય છે. કોમ્પ્યુટર દ્વારા પણ તેની સચોટ અને ઝડપી માહીતી મેળવાય છે. આ બધુ હોવા છતાં ઘણી વાર વરસાદની સચોટ આગાહી કરી શકાતી નથી.

દુનિયાભરના મોસમ કરતાં આપણું  હવામાન કે જે મૌસમી પવનોથી નકકી થતું હોવાથી તેમા ઘણા બધા ગુંચવણ ભર્યા પરિબળે અસર કરે છે. કેટલીક વખત ટેકનીકલ કે માનવીય મર્યાદાને કારણે તેનું સચોટ માપન થઇ શકતું નથી. આ બધી મુશ્કેલી વચ્ચે પણ હવે વધુ ચોકકસ આગાહી થાય છે તેવો વૈજ્ઞાનિક વિકાસ તો થયો જ છે.

વરસાદએ માનવ જીવનને ધબકતું રાખનાર મહત્વનું પબિળ છે. વર્ષા વિનાની પૃથ્વીની કલ્પના કરવી અશકય છે. વાદળો દ્વારા વરસાદ રૂપે  વરસેલું પાણી પૃથ્વીના જળચક્રનો મહત્વનો હિસ્સો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.