Abtak Media Google News

ઇક્વિટી શેરની પ્રાઇઝ બેન્ડ શેર દીઠ રૂ.695થી 712 નક્કી કરાઇ

આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડએ 29 સપ્ટેમ્બરના રોજ એનો આઇપીઓ ખૂલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 695થી રૂ. 712 છે. બિડનો લોડ લઘુતમ 20 ઇક્વિટી શેરનો છે અને પછી 20 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ થઈ શકશે.ઓફરમાં વેચાણ માટેની ઓફર દ્વારા આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 38,880,000 ઇક્વિટી શેર (ઇક્વિટી શેર) સામેલ છે.

વેચાણ માટેની ઓફરમાં આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ) દ્વારા 2,850, 880 ઇક્વિટી શેર અને સન લાઇફ (ઇન્ડિયા) એએમસી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક. (એબીસીએલ સાથે સંયુક્તપણે સન લાઇફ એએમસી, વિક્રેતા શેરધારકો) દ્વારા 36,029,120 ઇક્વિટી શેર સામેલ છે. ઓફરમાં એબીસીએલના શેરધારકો (અહીં હવે પછી પરિભાષિત કર્યા છે) દ્વારા સબસ્ક્રિપ્શન માટે 1,944,000 ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન સામેલ છે.

એબીસીએલના શેરધારકોના રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફરનો ઉલ્લેખ હવે પછી અહીં ચોખ્ખી ઓફર તરીકે કર્યો છે, જે 36,936,000 ઇક્વિટી શેર ધરાવે છે. ઓફર અને ચોખ્ખી ઓફર પછી કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ અપ ઇક્વિટી મૂડી અનુક્રમે 13.50 ટકા અને 12.83 ટકા હિસ્સો ધરાવશે.  આ ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમન 31 (સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ) સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957, જેમાં સમયેસમયે થયેલા સુધારા (એસસીઆરઆર)ના નિયમ 19(2)(બી) મુજબ રજૂ કરવામાં આવી છે.

આ ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1) મુજબ બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રજૂ થઈ છે, જેમાં ચોખ્ખી ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂટશન બાયર્સ (ક્યુઆઇબી, અને આ પ્રકારનો હિસ્સો ક્યુઆઇબીપોર્શન)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં શરત એ છે કે, અમારી કંપની અને વિક્રેતા શેરધારકો ગ્લોબલ કોઓર્ડિનેટર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન).  એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. ઉપરાંત ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડને જ સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો એન્કર રોકાણકારો સિવાય મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ માટે સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.