Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા

ભરતી મેળાના માધ્યમથી ઘણા યુવાનોને રોજગારની તકોનું નિર્માણ કરવામાં આવે છે. આ ભરતી મેળામાં રાજ્યની નાની મોટી કંપનીઓ ભાગ લે છે અને યુવાનોની સીધી ભરતી કરવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગેની સમીક્ષા બેઠક સાબરકંઠ જિલ્લાના કલેક્ટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં રોજગારી સર્જન કરતા લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે આ ભરતી મેળામાં નિર્ધારિત ટાર્ગેટ પુરો કરીને સુંદર પ્રદર્શન કરવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. અનુબંધમ પોર્ટલ પર ચોક્કસ લક્ષ્યાંક મુજબ એન્ટ્રી કરીને વધુમાં વધુ યુવાનોને રોજગારી જિલ્લામાં આવેલ ખાનગી, સરકારી, અર્ધસરકારી સેક્ટરમાં લોકોની એપ્રેન્ટીસ યોજના થકી જે આર્થિક સહાય મળે છે તેનો લાભ લેવા ઉપર ભાર મૂક્યો હતો. વ્યવસાયિક માલિકોને બોજો હળવો થાય અને લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે તેવો શુભ આશય આ યોજનામાં સમાયેલો છે.

આ સંદર્ભમાં આગામી ૪ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ભારત સરકારની એપ્રેન્ટીસ યોજના અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનું સંકલન અને સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ITI ખાતે એક મેગા જોબ ફેર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભૂસ્તરશાસ્ત્રી, જી.આઇ.ડી.સી., જિલ્લા રજીસ્ટાર, શિક્ષણ, આરોગ્ય, નગરપાલિકા, યુ.જી.વી.સી.એલ., ફૂડ એન્ડ ડ્રગ્સ, શ્રમઆયુક્ત, આસ.ટી.,જિલ્લા પુરવઠા અધિકારી વિગેરે લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન પ્રયાસ કરાયો છે. આ બેઠકમાં ૩૧૬ જેટલા લક્ષ્યાંક સિદ્ધ કરાયો છે. પરંતુ આ ટાર્ગેટ 100 %થી ઉપર લઈ જવાનું લક્ષ્યાંક બેઠકમાં નક્કી કરાયું હતું.

સૌ અધિકારીઓની ટોચની અગ્રતા આપી નકકર પરિણામલક્ષી સિદ્ધિઓને પાર કરવા તાકીદ કરાઈ છે. આ લક્ષ્ય સિદ્ધ ન થાય તો જે તે અધિકારીની જવાબદારી અને સંબંધિત વિભાગને નબળા દેખાવ કર્યો છે તેની નોંધ મોકલાશે તેવી જિલ્લા કલેકટરે તાકીદ કરી હતી.

આ સમગ્ર એપ્રેન્ટીસ ભરતી મેળાનું સંચાલન અને સંકલન આઈ.ટી.આઈ હિંમતનગરના નોડલ અધિકારી તરીકે કામ કરીને નિર્ધારીત લક્ષ્ય સુધી પહોંચવા ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. આ બેઠકમાં સૌ અધિકારીઓ ઉપસ્થિત રહી હકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહ્યા છે, સહિયારો પુરૂષાર્થ કરીને લક્ષ્યાંક સિદ્ધ થઈ જશે એવી પ્રતિક્રિયા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.