Abtak Media Google News

આ નિર્ણયના પગલે રિફંડ જેવી સેવાઓ થી વેપારિયો વંચિત નહીં રહે

કલકત્તા હાઇકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કોર્ટે જણાવ્યું છે કે જે કોઈ કારણે અથવા તો કોરોના સમયમાં વ્યાપારીઓ દ્વારા વ્યાપાર કરવામાં નહીં આવ્યો હોય તોપણ તેમનું જીએસટી નંબર કેન્સલ નહીં થાય અથવા તો કોરોના ના કપરા સમયમાં જે કોઈ વ્યાપારી દ્વારા વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું હશે તેમના નંબર પણ રદ ન થાય તે અંગે નો મહત્વપૂર્ણ ચુકાદો કલકત્તા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

ઇન્ટરનેશનલ વેલ્યુ રિટેઇલ દ્વારા આ અંગે અપીલ કરવામાં આવી હતી જેના જવાબમાં કલકત્તા કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે અને રેવન્યુ વિભાગ તથા જીએસટી ઓથોરિટીને પણ તાકીદ કરવામાં આવ્યા છે.

કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ નિર્ણય બાદ હવે ક્લેઇમ સહિતની કોઈપણ પ્રક્રિયા અને પદ્ધતિમાં વ્યાપારીઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે. આ નિર્ણય માત્ર નાના વ્યાપારીઓ માટે જ નહીં પરંતુ કંપની માટે પણ એટલો જ મહત્વપૂર્ણ સાબિત થશે. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા કોર્ટ દ્વારા કરવામાં આવી હતી કે જીએસટી ના અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડ રિયાલિટી આ અંગે વાકેફ રહેવું જોઈએ જેથી આગામી સમયમાં વ્યાપારીઓ કે પછી કંપનીને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે અને તેઓ તેમનો વ્યાપાર સુચારુ રૂપથી ચલાવી શકે માત્રને માત્ર વેપારીઓ જ્યારે પોતાનો જીએસટી નંબર કેન્સલ કરાવે તે જ સમયે તેમનો નંબર રદ થઈ શકે છે અન્યથા નહીં.

હાલની સાંપ્રત પરિસ્થિતિ માં જીએસટી નંબર રદ કરવાનો સિલસિલો ખૂબ જ ચાલ્યો છે ત્યારે વધુને વધુ વ્યાપાર યોગને આ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે બીજી તરફ કોરોના કાળમાં અનેક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા જેના પગલે તેઓએ તેમનો વ્યાપાર ઘરે બેસીને કર્યો હતો પરિણામે જીએસટી દ્વારા વ્યાપારીઓના જીએસટી નંબર રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી જે હવે શક્ય નહીં બને અને વ્યાપારીઓ તેમનું નો વ્યાપાર સુચારુ રૂપથી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.