Abtak Media Google News

ત્રીજા ક્વાર્ટરમાં એપલ ફોનના વેચાણમાં 150 ટકાનો ગ્રોથ જોવા મળ્યો

ભારત દેશમાં અનેક મોબાઈલ ફોન ના વેચાણ થઈ રહ્યા છે ત્યારે ભારત દેશના નવયુવાનો મહત્તમ એપલ ફોન ની ખરીદી કરતા નજરે પડે છે. દરેકને ખ્યાલ છે કે અન્ય મોબાઇલ ની સરખામણીમાં એપલના ફોન નો ભાવ ખૂબ જ વધુ હોય છે ત્યારે હાલ એપલ 13 નવી સિરીઝ લોન્ચ થાય છે તેનો ભાવ એસી હજાર રૂપિયાથી શરૂ થઇ રહ્યો છે છતાં પણ આજના નવયુવકો તેને ખરીદવા માટે તલપાપડ બની રહ્યા છે.

ભારત દેશની વાસ્તવિકતા એ છે કે તેલના ભાવમાં 200 રૂપિયાનો પણ જો વધારો થાય તો ગૃહિણી હચમચી ઉઠે છે પરંતુ એપલનો મોબાઈલ ખરીદવા માટે લોકોને કોઇ પ્રકારની મોંઘવારી નડતી નથી ત્યારે આગામી ત્રણ માસમાં ભારતીય લોકો બે લાખ કરોડના ફોન ઓળવી જશે તેવું સામે આવ્યું છે.

2021 ના ત્રીજા ક્વાર્ટરમાં એપલ 20 લાખ ફોન નું સ્ટેટમેન્ટ કરશે જેમાં મહત્તમ ફોન ભારત દેશમાં વેચાશે સાથોસાથ ત્યોહાર ની સિઝન હોવાના પગલે લોકો એપલ ની ખરીદી વધુને વધુ કરશે કારણ એ કે ખૂબ સારી ઓફર પણ આપવામાં આવતી હોય છે. આઈફોન 13  જે નવો લોન્ચ થયો છે તેમાં કેમેરાની સાથે અન્ય ઘણા ખરા ફીચર્સ આપવામાં આવ્યા છે જેના પગલે ડીએસએલઆર દ્વારા જે ફોટા પાડવામાં આવતા હોય તેમાં ઘણા ખરા અંશે ઘટાડો થશે અને આઇફોનના વપરાશકર્તાઓને ખૂબ જ તારો ફાયદો પહોંચશે.

સપ્ટેમ્બર માસથી જ એપલ તેના તમામ મોડલ ઓનલાઈન વેચાણ માટે મૂક્યા હતા ત્યારે દિવાળી નો સમય હોવાથી દસ-પંદર દિવસ પૂર્વે જ એટલે કે સપ્ટેમ્બર માસથી જ બમ્પર વેચાણ શરૂ થઇ ગયું છે. આંકડાકીય માહિતી મુજબ ત્રીજા ક્વાર્ટરમાં આઈફોન 12 નો માર્કેટ શેર ૩૧ ટકા નોંધાયો હતો, જ્યારે આઈફોન 11નો માર્કેટ શેર 28 ટકા, આઈફોન 12 મીની 18 ટકા અને આઈફોન એસઇ 14 ટકા જોવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ માસના શરૂઆતમાં જ ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે આઈફોન 12 અને આઇફોન 12 મીની ગ્રાહકો માટે વધુ પસંદગી ના મોબાઈલ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ 2018 માં આઈફોનનો માર્કેટ શેર 17% હતું જે ૨૦૨૧માં ૭૬ ટકાએ પહોંચી ગયું છે જેનો મુખ્ય કારણ એ છે કે લોકોનો એપલ.ફોન પરનો ભરોસો અનેરો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.