Abtak Media Google News

ઘરના રોટલા કરતાં બહારના ભાણાં જમવાના શોખીનો માટે ચેતવતો એક કિસ્સો સામે આવ્યો છે. તમારા આરોગ્ય સાથે પણ નથી થઈ રહ્યા ને આવા ચેડાં..? બહાર જમવાનું કેટલું યોગ્ય છે..? સુરક્ષિત છે કે કેમ ? તે આ ઘટના પરથી તમને અંદાજો આવશે. નામના ધરાવતી અને ગ્રાહકોની વિશ્વાસુ હોટલ-રેસ્ટોરન્ટમાં જ આરોગ્યના માપદંડના અનુસરવામાં આવતા હોય અન્ય નાની હોટલ-રેસ્ટોરાં પર કઈ રીતે ભરોસો કરવો..?

દરઅસલ,અમદાવાદની શાન ગણાતી ઈસ્કોન સર્કલ ખાતે આવેલી ઈસ્કોન થાલ હોટલ ખાતે ગ્રાહકોને પીરસાય છે વાળ અને કરોળિયા..!! જી. હા, ઈસ્કોન થાલમાં વાળ અને કરોળિયા પીરસાતા હોય તે, આજરોજ એક ગ્રાહકની થાળીમાં વાળ અને કરોળિયો નીકળવાની ઘટનાએ જમવા આવેલા તમામ ગ્રાહકોમાં ખળભળાટ મચાવી દીધો. આ બાબતે હોટેલ સ્ટાફને ફરિયાદ કરવા છ્તા કઈ ધ્યાન આપવામાં ન આવ્યું.

ગ્રાહકની થાળીમાં પ્રથમવાર વાળ અને બીજી વખત કરોળિયો નીકળ્યો ત્યારે ગ્રાહક દ્વારા હોટલના મેનેજમેટને આ ઘટના પર ધ્યાન દોર્યું છતાં હોટલ મેનેજમેટ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં ઉલટાનું જાણે કોઈ મોટી બેદરકારી છે નહીં તેમ વાત ને હવામાં ઉડાડી દેવામાં આવી. જો કે બાદમાં મામલો થાળે પડ્યો પણ ગ્રાહકોના આરોગ્ય સાથેના આવા ચેડાં કઈ રીતે ચલાવી લેવાય..? હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદ આરોગ્ય વિભાગ આવી ઘટના પર પગલાં લેશે કે કેમ..?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.