Abtak Media Google News

ભારતમાં વર્ષ 2020માં ૫૦ હજારથી પણ વધુ સાઇબર ક્રાઇમના કેસો સામે આવ્યા

ભારત દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે દેશના મહત્તમ લોકો ડિજિટલી સમૃદ્ધ બની રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે હેકરો ડિજિટલી લોકોના રૂપિયા ચપટી વગાડતાં જ ફેરવી લે છે ત્યારે એક ઘટના એવી પણ ઘટે થઈ જેમાં પત્નીએ એક એસએમએસ નો જવાબ આપતા હેકરોએ ચપટી વગાડતાં જ ૨૫ લાખ રૂપિયા સરકાવી લીધા. ભારત દેશ એક તરફ ડિજિટલ ઇન્ડિયા ને વધુ ને વધુ પ્રોત્સાહિત કરી રહ્યું છે.

જેને ધ્યાને લઇ નવીનતમ ટેક્નોલોજી સાથે તો સચ કરાવી રહ્યું છે પરંતુ જરૂરી એ છે કે જે સિક્યુરિટી ડિજિટલી મળવી જોઈએ તે હજુ મળી શકતી નથી અને હેકરો દ્વારા લોકોના ડેટા ચપટી વગાડતાં હેક થઈ જાય છે સામે લોકોને નાણાંકીય નુકસાનનો પણ સામનો કરવો પડે છે.

છેલ્લા ચાર વર્ષ ની સરખામણી કરવામાં આવે તો વર્ષ 2020માં સાઇબર ક્રાઇમના કે સો પચાસ હજાર ને પાર પહોંચ્યા હતા જેમાં ૬૦ ટકા કેસ ફ્રોડના , જ્યારે ૭ ટકા કેસ સેક્સ્યુઅલ એક્સપલોઈટેસન ના અને પાંચ ટકા કેસ ખંડણીના હોવાનું સામે આવ્યું છે. જે આંકડો દિનપ્રતિદિન સતત વધી રહ્યો છે ત્યારે લોકોએ આ તમામ મુદ્દાઓને સમજી અને પોતાના ડિજિટલ પેમેન્ટ ને સુરક્ષિત કરવું જોઈએ લોકો ડિજિટલ પેમેન્ટ અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ અને જે રીતે સુરક્ષા આપવી જોઈએ તે આપવામાં નિષ્ફળ નીવડયા છે અને તમે જે ગંભીરતા દાખવી જોઈએ તે ન આવતા તેઓએ આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડે છે ત્યારે આગામી દિવસોમાં લોકો દ્વારા આ તમામ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે તો જ ડિજિટલી જે છેતરપિંડી થઈ રહી છે તેમાંથી લોકો બચી શકશે.

લોકોએ ઉપડેટ રહેવું જરૂરી

આજના દિવસમાં લોકો મહત્તમ સોશિયલ મીડિયા સાઇટ થકી પોતાના નાણાકીય વ્યવહાર અને પોતાની સામાજિક જિંદગી જીવતા હોય છે પરંતુ જે રીતે એપ્લિકેશનમાં અપડેટ થતું હોય તે રીતે જ લોકોએ સતત અપડેટ રહેવું પડે છે જો કોઈ એક એપ્લિકેશન યોગ્ય રીતે લોકો દ્વારા અપડેટ ન કરવામાં આવે તો તેની તેજ અસર લોકોના નાણા ઉપર પણ પડી શકે છે કારણ કે હે કરો સરળતાથી તેમનું એકાઉન્ટ હેક કરવામાં સફળ થતા હોય છે. ત્યારે લોકોએ નાણાકીય ભોગ બનવાથી બચવું હોય તો તેઓએ તેમના ફોન લેપટોપ અને ટેબલેટ ને સતત અપડેટ રાખવું જોઈએ.

યોગ્ય રીતે લોગીન થવું જરૂરી

આજના સમયમાં લોકો જે રીતે સોશિયલ મીડિયા ની સાઇટ અને એપ્લિકેશન માં લોગીન થવા જોઈએ તે થઈ શકતા નથી જેથી તેઓ સોશિયલ મીડિયાનો ભોગ બનતા હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિ ટુ સ્ટેપ વેરિફિકેશન કરે તો કોઈપણ ને કરને તેમનું એકાઉન્ટ ચેક કરવું ખૂબ જ મુશ્કેલ સાબિત થશે માત્ર આ પદ્ધતિ સોશિયલ મીડિયા એપ્લિકેશન માટે નહીં પરંતુ તેમના ઇમેઇલ અને ટેક મા પણ તેઓ કરી શકે છે.

ખૂબ સોસીયલ થવું હિતાવહ નથી

આજના સમયમાં લોકો મહત્તમ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની પ્રતિષ્ઠા અને સોશ્યલ થવા માટે કરતા હોય છે પરંતુ તેઓને ખ્યાલ નથી હોતો કે સોસીયલ મીડિયા મારફતે જે તેમના મિત્રો બને છે તે ખરા અર્થમાં સાચા છે કે કેમ પરિણામ રૂપે તેઓએ અનેકવિધ પ્રકારે ફરોડનું ભોગ બનવું પડે છે. જેથી જે લોકો સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરતા હોય તેઓએ ખૂબ ઓછું સોશિયલ થવું જોઈએ અને ઓળખતા પાડતા લોકોને જ સોશિયલ મીડિયા પર તેઓએ સ્થાન આપવું જોઈએ આ તમામ મુદ્દાઓ ખૂબ જ નાના છે પરંતુ જો તેની ગંભીરતા લેવામાં ન આવે તો આજ મુદ્દાઓ લોકો માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે છે.

કેવી રીતે તમે તમારા રૂપિયા સુરક્ષિત રાખી શકો છો ?

હાલ સૌથી મહત્વની વાત તો એ છે કે લોકો સદંતર એ જ વિચારી રહ્યા છે કે તેઓ તેમના ને કેવી રીતે સુરક્ષિત રાખી શકે ત્યારે 7 સરળ રસ્તા દ્વારા લોકો સુરક્ષિત રહી શકે છે જેમાં પ્રથમ લોકોએ તેમના મનને સતત અપડેટ કરવા પડશે બીજી વખત તેઓએ તેમના દરેક એપ્લિકેશનને ટુ સ્ટૅપ વેરિફિકેશન માંથી પસાર કરવું પડશે ત્રીજો મહત્વનો મુદ્દો એ છે કે તેઓએ તમામ સોશિયલ મીડિયા પ્રોફાઈલને લોક કરવા પડશે એવી જ રીતે તેઓએ એક વેબસાઈટ અને પેક ઈમેલ આઈડી થી પણ બચવું પડશે. ત્યારબાદ મહત્વની વાત તો એ છે કે લોકો ગમે તે વસ્તુ ડાઉનલોડ કરી લેતા હોય પરંતુ કોઇપણ એપ્લિકેશન ને તેના ઓફિસિયલ એપ્લિકેશન સ્ટોર માંથી ડાઉનલોડ કરવું જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.