Abtak Media Google News

તહેવાર ટાંણે ખાદ્યતેલના ભાવ વધારાને નિયંત્રણમાં રાખવા કેન્દ્રના આદેશ બાદ ગુજરાત સરકારે સ્ટોક લિમિટ જાહેર કરવાની તૈયારી હાથ ધરી

અબતક, નવી દિલ્હી : તહેવાર ટાંણે ખાદ્યતેલના ભાવ વધારાને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રની સૂચનાને પગલે ઉત્તરપ્રદેશે સ્ટોક લિમિટ જાહેર કરી દીધી છે. જ્યારે ગુજરાત પણ ટૂંક સમયમાં સ્ટોક લિમિટ જાહેર કરવાનું હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીની સીઝન પૂર્વે  ખાદ્યતેલોના વધી રહેલાં ભાવોને રોકવાના ચાલી રહેલાં પ્રયાસો વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે ખાદ્યતેલનો સ્ટોક કરવાની લિમિટ જાહેર કરી દીધી છે અને અન્ય રાજ્યો પણ ટૂંક સમયમાં તેનું અનુકરણ કરશે.

કેન્દ્ર સરકારના ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ સાથે સોમવારે યોજાયેલી વર્ચ્યુલ કોન્ફરન્સ દરમ્યાન ખાદ્યતેલના સ્ટોકમી મર્યાદાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં 23 રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશ સરકારે તો છૂટક વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, ખુબ મોટી સંખ્યાના ગ્રાહકો અને રિફાઇન કરનાર વેપારીઓ જેવી વિવિધ કેટેગરીના વેપારીઓ માટે ખાદ્યતેલનો કેટલો સ્ટોક રાખવો તેની લિમિટ નક્કી કરી નાંખી હતી અને તેની જાહેરાત પણ કરી દીધી હતી એમ પાંડેએ કહ્યું હતું.

ઉત્તર પ્રદેશ સરકારે જુદી જુદી શ્રેણીના વેપારીઓ માટે ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ 1 થી 25 ટન સુધીની રાખી છે અને ગત 12 ઓક્ટોબરના રોજ તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી.

ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ જાહેર કરવામાં ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા લગભગ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ આ રાજ્યો પણ ખાદ્યતેલોના સ્ટોકની મર્યાદા જાહેર કરી દેશે એમ પાંડેએ ઉમેર્યું હતું. પાંડેના કહેવા મુજબ અન્ય 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ખાદ્યતેલોના સ્ટોકની લિમિટ રાખવાની પ્રક્રિયા હાથ ધરવા બાબતે સંમતિ દર્શાવી છે જેમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કેરળ, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ત્રિપુરા અને ચંદીગઢનો સમાવેશ થાય છે.

જો કે બાકીના અન્ય રાજ્યોએ પણ સ્ટોક નો જથ્થો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 2018ની સાલથી જુદા જુદા રાજ્યો ખાદ્યતેલો અને તેલિબિયાનો સ્ટોક કરવાની કોઇ એક ચોક્કસ મર્યાદા નક્કી કરે છે તેથી આ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે એમ પાંડેએ કહ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.