Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા પોલીસે કરોડોના નશીલા પદાર્થના રેકેટનો કર્યો પર્દાફાશ

એક દિવસ પૂર્વે ખંભાળીયાના આરધના ધામ નજીક પોલીસે મુંબઇના સહજાદ સિંકદર ધોસીને રૂ. 88 કરોડના ડ્રગ્સ પેકેટ સાથે ઉઠાવી લેવામાં આવ્યા બાદ સલીમ યાકુબ અબ્દુલા કારા અને અલી અસગરભાઇ યાકુબભાઇ કારાના નામો ખુલ્યા હતા.

આ બન્ને શખ્સો આગળથી 47 પેકેટ ડ્રગ્સ મળી આવતા પોલીસે 226 કરોડ 84 લાખની કિંમતનો 45.368 કિલોગ્રામ હિરોઇનનો જથ્થો કબ્જે કરી ત્રણેય પ્લાન બાઝને ગીરફતાર કર્યા હતા. અને ત્રણેયને રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજુ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી મુકવામાં આવેલ કોર્ટ ત્રણેયના નવ દિવસ માટે રીમાન્ડ મંજુર કર્યા છે.

ત્યારે આઇજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ એસ.પી. સુનિલ જોશીની નિગ્રાહી હેઠળ પી.આઇ. જુડાલ તથા વિવિધ પોલીસ એજન્સી દ્વારા વધુ આકરી પુછપરછ કરી સમગ્ર પ્રકરણની કેટલીક છુપાયેલ હકિકત જાણવા પ્રયાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.