Abtak Media Google News

149 ગ્રામ ડ્રગ્સની ડીલીવરી કરે તે પહેલાં એસઓજીએ બંનેની કરી ધરપકડ

મોરબીના માળીયા ફાટક પાસે પીકઅ બસ સ્ટોપ પાસે બે રાજસ્થાની શખ્સો હેરોઇનની ડીલીવરી કરવા આવ્યાની બાતમીના આધારે મોરબી એસઓજી સ્ટાફે દરોડો પાડી રુા.7.48 લાખની કિંમતના 149 ગ્રામ હેરોઇન સાથે બંને શખ્સોને ઝડપી બંનેને ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના માળીયા રેલવે ફાટક પાસે પીકપ બસ સ્ટોપ પાસે બે શખ્સો પાસે ડ્રગ્સ હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. એમ.પી.પંડયા, પી.એસ.આઇ. એમ.એસ.અંસારી, કે.આર.કેસરીયા, એએસઆઇ રસિક કડીવાર, ફારુકભાઇ પટેલ, શેખાભાઇ મોરી, કિશોરદાન ગઢવી અને ભાવેશભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાલુકાના પનલ કી બેરી  ગામના કૈલાશ ગોરખારામ નાઇ અને રમેશકુમાર મોહનરામ સિયાગ નામના શખ્સોને ઝડપી પૂછપરછ કરતા તેની પાસેથી રુા.7.48 લાખની કિંમતના 149 ગ્રામ હેરોઇન મળી આવતા તેની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછ દરમિયાન રાજસ્થાનના સાંચોર જિલ્લાના કારોલા ગામના દિનેશ બિશ્ર્નોઇ નામના શખ્સ પાસેથી હેરોઇન લાવ્યાની કબુલાત આપી છે. હેરોઇનનો જથ્થો કોને આપવાનો હતો અને કેટલા સમયથી ડગ્સની હેરાફેરી કરી રહ્યા છે. તે અંગેની વિગતો બહાર લાવવા બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.