Abtak Media Google News

એમએસએમઈ ક્ષેત્રને  વધુ ફન્ડિંગ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય દ્વારા કામગીરી હાથ ધરાશે

ભારત દેશની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે સરકારનો મુખ્ય લક્ષ્ય તેના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠો કરવા માટેનો છે સરકારનું માનવું છે કે જો રાજ્યમાં એમએસએમઈ ક્ષેત્રને વેગવંતુ બનાવવામાં આવશે તો તેનો સીધો જ ફાયદો રાજ્ય અને દેશના અર્થતંત્રને પહોંચશે. જેને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થા સાથે બેઠક યોજી ક્ષેત્રને કેવી રીતે વધુ વિકસિત કરી શકાય તે દિશામાં સતત વાતચીત કરી હતી અને હાલની સ્થિતિને ધ્યાને લઇ એ વાત પણ સામે આવી રહી છે કે આવનારા સમયમાં સરકાર આ મુદ્દે વિશેષ કાર્યવાહી કરશે અને લઘુ અને મધ્યમ ઉદ્યોગો માં જોડાવા તૈયાર રહેલા ઉદ્યોગકારોને પણ વિવિધ રૂપે પ્રોત્સાહિત કરવામાં આવશે.

લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને બેંકો વચ્ચે રહી  રાજ્ય સરકાર આ ક્ષેત્રને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા માટે કામગીરી કરી રહ્યું છે. આ તકે મુખ્યમંત્રીએ જણાવતા કહ્યું હતું કે, ઉદ્યોગો અને બેન્કર્સ સાથે મળીને આગળ વધવાથી રાજ્યના  ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ પૂર્ણતઃ શક્ય બનશે.

મુખ્યમંત્રીએ રાજ્યના એમએસએમઇના કમિશનર અને વિવિધ બેંકો સાથેની બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લોન ધિરાણ સરળતાથી મળી રહે તે માટેની બેઠક યોજવામાં આવી હતી. બીજી તરફ કોરો નાની મારી મા આ ઉદ્યોગોને ઘણી માંથી નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો હતો ત્યારે આવનારા સમયમાં વધુ ને વધુ ઉદ્યોગો બેઠા થાય કે દિશામાં સરકાર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં માત્ર બેંક ઓફ નહીં પરંતુ વિવિધ ઔદ્યોગિક એસોસિયેશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુને વધુ વિકસિત કરવા અને પોતાની આગવી છાપ ઉભી કરવા માટેના પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં નાના ઉદ્યોગો નું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે ત્યારે વધુને વધુ ઉપયોગ કરો અથવા તો જે ઝડપ સાથે જોડાયેલા લોકો છે તે આ ઉદ્યોગો શરૂ કરે અને તેઓને નાણાં સરળતાથી મળી રહે તે દિશામાં પણ વાતચીત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.