Abtak Media Google News

19 ડીસેમ્બરે ચૂંટણી જાહેર થતા પરીક્ષાઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ લેવાનો નિર્ણય જાહેર

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેના કારણે તેની સીધી અસર જીપીએસસીની પરીક્ષાઓ પર પડી છે. જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયો હોવાની માહિતી મળી રહી છે. અગાઉ 19 ડિસેમ્બર 2021ના રોજ જીપીએસસીની પ્રાથમિક પરીક્ષા યોજાવાની હતી. પરંતુ હવે તારીખ પાછી ઠેલાઈ છે. જીપીએસસીની પ્રાથમિક પરીક્ષા 26 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે.

Advertisement

ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ દિવસે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. હવે પરિક્ષાના દિવસે જ ચૂંટણીની કામગીરી હોય તંત્ર માટે પડકાર ઉભો થયો છે. બન્ને કામગીરીમાં સ્ટાફ ઉપલબ્ધ રાખવો પડે તેમ છે. આ ઉપરાંત 10થી 15 દિવસ સુધી અન્ય કામગીરીમાં પણ સરકારી કર્મચારી રોકાયેલ હોય છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ધરખણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે હવે 19 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા હવી સીધી 26 ડિસેમ્બર એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી પછી યોજાશે. હાલ તેને લઈને ગુજરાત જાહેર સેવા આયોગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જીપીએસસી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત જાહેર સેવા આયોગે પરિપત્ર મુજબ વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા 26/12ના યોજાશે. નપા મુખ્ય અધિકારી-2ની પરીક્ષા 26/12ના યોજાશે. મદદનીશ નિયામક-2ની પરીક્ષા 2 જાન્યુઆરીના યોજાશે. આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 2 જાન્યુઆરી 2022ના યોજાશે અને જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા 9 જાન્યુઆરીના રોજ યોજવાનો નિર્ણય કરાયો છે.

પરિક્ષાઓની નવી તારીખો

  • વહીવટી સેવા વર્ગ-1ની પરીક્ષા –  26 ડીસેમ્બર
  • ન.પા. મુખ્ય અધિકારી-2ની પરીક્ષા – 26 ડીસેમ્બર
  • મદદનીશ નિયામક-2ની પરીક્ષા – 2 જાન્યુઆરી
  • આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા-  2 જાન્યુઆરી
  • જુનિયર ટાઉન પ્લાનરની પરીક્ષા – 9 જાન્યાઆરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.