Abtak Media Google News

ભૂતકાળની ભૂલોમાંથી શીખે એ જ મહાન બની શકે!!

પ્રાઇવેટ ટ્રસ્ટીશિપ મોડલને અપનાવી સમગ્ર કારોબાર પર ટ્રસ્ટના સભ્યો નજર રાખી સફળતાનાં શિખરો સર કરાવશે.

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી રિલાયન્સ ને ટ્રસ્ટીશિપ મોડલ માં લાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે તે વાત સામે આવે છે કે મુકેશ અંબાણી રિલાયન્સને હાથીની અંબાડી પર બેસાડશે. કહેવાય છે કે જે કોઈ લોકો અથવા તો જે કોઈ સંસ્થા ભૂતકાળની ભૂલોમાંથી કોઈપણ પ્રકારની સુખ મેળવે તે જ મહાન બને છે ત્યારે એવી જ રીતે રિલાયન્સ પણ વાક્યને સાર્થક કરી ટ્રસ્ટીશિપ માં લઈ જવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ મુકેશ અંબાણીને વોલમાર્ટ પરિવારનું મોડલ પસંદ આવ્યુ છે.જેમાં રિલાયન્સ પરિવારનું હોલ્ડિંગ  ટ્રસ્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે. અને આ ટ્રસ્ટ દેશની સૌથી મુલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના મો પર ધ્યાન કેન્દ્રિત કરી તમામ કાર્યવાહી નું નિયંત્રણ કરશે.

ટ્રસ્ટીશિપમાં મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને ત્રણ બાળકોની હિસ્સેદારી હશે અને તેઓ આ બોર્ડમાં સામેલ હશે.મુકેશ અંબાણીના વિશ્વાસુ લોકો સલાહકારના રોલમાં આ બોર્ડમાં સ્થાન પામશે.સૂત્રોનુ કહેવુ છે કે, કંપનીનુ મેનેજમેન્ટ પ્રોફેશનલ લોકોને સોંપાશે અને તે રિલાયન્સનો જેટલો પણ બિઝનેસ છે તેના પર ધ્યાન રાખશે. એટલું જ નહીં મુકેશ અંબાણી દ્વારા હજુ પણ વિવિધ મોડેલો પર ચર્ચા અને વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે આવનારા સમયમાં જે પણ મોડલ કંપનીને અને મુકેશ અંબાણીને યોગ્ય લાગશે તો તેના પર રિલાયન્સ દ્વારા આવનારા સમયમાં કામગીરી કરવામાં આવશે.

ટ્રસ્ટીશિપના પણ  બે પ્રકાર હોય છે જેમાં પ્રાઈવેટ અને પબ્લિક ટ્રસ્ટીશિપ જોવા મળે છે. ટાટા સન્સ પણ પ્રાઇવેટ ટ્રસ્ટીશિપ માં કામ કરી રહ્યું છે અને તે છેલ્લા 170 વર્ષથી સક્રિય રીતે ઉદ્યોગ કરે છે ત્યારે રિલાયન્સ પણ આજ મોડલ માં આગળ વધી કંપનીના ટ્રસ્ટીશિપ માં લાવે તેવી આશા સેવાઈ રહી છે.

આ મુદ્દાને ધ્યાને લઇ મુકેશ અંબાણી રિલાયન્સને ટ્રસ્ટીશિપમાં લઇ જવા માટે વિવિધ મોડલ પાર ચર્ચા અને વિચારનાની સાથે અભ્યાસ પણ કરી રહ્યા છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ મુકેશ અંબાણી દુનિયાભરના અબજોપતિ પરિવારોની  સંપત્તિની અને તેમના ટ્રસ્ટીશિપ મોડલનો અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં પ્રથમ તબબકે તેઓને  વોલમાર્ટ કંપનીના માલિક વોલ્ટન પરિવારનુ મોડેલ વધારે પસંદ આવ્યુ છે. વોલમાર્ટ કંપનીના  સ્થાપક સેમ વોલ્ટનના નિધન બાદ જે રીતે તેમના બિઝનેસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તે પધ્ધતિ મુકેશ અંબાણીને પસંદ આવી છે. માત્ર એટલું જ નહીં તેઓ હજુ પણ અન્ય મોડલો ઉપર તેમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ટ્રસ્ટીશિપ પાછળનું મુખ્ય કારણ એ છે કે ઔદ્યોગિક વારસો કોને અને કેવી રીતે આપવો તેના બદલે જો કંપનીને ટ્રસ્ટીશિપ મોડલ માં લઇ જવામાં આવે તો સમગ્ર વ્યાપાર અને ઉદ્યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત થઇ શકે છે બીજી તરફ સંપૂર્ણ કારોબાર ઉપર પણ નિયંત્રણ લાવવામાં મદદરૂપ સાબિત થાય છે. બીજી તરફ જો રિલાયન્સ દ્વારા વોલ્ટન પરિવાર નું મોડલ અપનાવવામાં આવે તો તેમાં કેન્દ્ર સ્થાને પરિવાર અને બાકી રહેતો વહીવટ કરવાનો પાવર અન્ય લોકોને આપવામાં આવશે જ્યારે પરિવાર દ્વારા સંપૂર્ણપણે વ્યાપાર અને ઉદ્યોગ ઉપર નિયંત્રણ રખાય છે.

ગત બે દસકામાં મુકેશ અંબાણીએ રિલાયન્સ માં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને કંપનીને વૈશ્વિક ફલક ઉપર એક આગવી છાપ ઉભી કરી છે ત્યારે કંપની પરનો જે ભરોસો વિશ્વ સમુદાય દ્વારા રાખવામાં આવ્યો છે તેને ધ્યાને લઇ અને તેને અનુસરી હવે રિલાયન્સ પરિવાર ટ્રસ્ટીશિપ મોડલ માં આગળ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.