Abtak Media Google News

દશેરી અને લંગડો કેરી, ભાવનગરના દાડમની નિકાસ સામે  કેલિફોર્નિયાની ચેરી અને આલ્ફાલફા જેવા વિદેશી ફળોની લિજ્જત આપણે માણી શકસુ!!

દેશના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નુ કદ આપવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે કૃષિ ક્ષેત્ર મહત્વનું બની રહેવાનું છે, ત્યારે કૃષિ ઉત્પાદનની સાથે સાથે ફળની ખેતી અને ભારતીય ફળો નો વેપાર વિશ્વ સ્તરીય લઈ જવાની દીશામાં પ્રગતિ થઈ રહી છે અમેરિકા સાથે માત્ર ટેકનોલોજી જ નહિ પરંતુ વેપારમાં પણ ફળો ની આપલે કરી આર્થિક સ્વસ્થતા કેળવવાનું માર્ગ મોકળો થયો છે,

ભારતીય નિકાસકારો ટૂંક સમયમાં દશેરી અને લંગડા કેરી સાથેભાવનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાંમાં પાકતાં દાડમ નિકાસ દરિયા મારફત અમેરિકા કરશે ,અમેરિકા અને ભારત વચ્ચે છેલ્લા બે વર્ષથી કેરી નો વેપાર બંધ થયો હતો તે ફરીથી ચાલુ થશે જોકે નિકાસકારો માટે ભારતની ખાસ અધિકૃત ફોરેન્સિક એજન્સી મારફત ગુણવત્તા અંગે નું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે, કેરી દાડમ જેવા ફળોની નિકાસ અમેરિકા મોકલવા ઇચ્છતા નિકાસકારોને મંજૂરી અને પ્રમાણપત્ર ની પ્રક્રિયા અનુસરવી પડશે તાજેતરમાં જ અમેરિકાના નિષ્ણાતોએ ભારતની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે યુ.એસ ફાયટો સેનિટરી ઇન્સ્પેક્ટર છેલ્લા બે વર્ષથી ભારતમાં આવ્યા નથી આગામી દિવસોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ ભારત આવશે બંને દેશો વચ્ચે કેરીમાં દશેરી, લંગળા અને દાડમની નિકાસ માટે કરા કર્યા છે તેની સામે અમેરિકાથી ઉચ્ચ ગુણવત્તાની ચેરી અને પશુઓના ખાણ માટે ઉપયોગી એવા આલ્ફા ની આયાત કરવામાં આવશે

કેરીની જ્યાં સુધી વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર પંથકમાં પાકતી કેસર કેરી નું સમગ્ર વિશ્વમાં ઓછાવત્તા પ્રમાણમાં વિકાસ થાય છે બ્રિટીશકાળથી ગીરની કેસર કેરી ઇંગ્લેન્ડ અને આ ખાતના દેશોમાં ઓછાવત્તા પ્રમાણમાં મોકલવામાં આવે છે જોકે હવે અમેરિકા અને ભારત વચ્ચે ફળો ની આપલે નો આ નવો વ્યવહાર બાગાયત દાર માટે અને સમગ્ર દેશના અર્થતંત્ર માટે મોટા પ્રમાણમાં આર્થિક ટેકા ની ગરજ સારશે ભારતીય નિકાસકારો ટૂંક સમયમાં જ તબક્કો લંગડા અને દશેરી કેરી અને દાડમની નિકાસ શરૂ કરશે તબક્કાવાર કેરીની અન્ય ધાતુઓ અને ગુજરાત સહિત દેશમાં આપતા વિવિધ ફળો નીકાસ પણ શરૂ થશે સામે અમેરિકા ચેરી અને પશુઓના ખાંણ માટે વાપરવામાં આવતા આલ્ફાલ્ફા ભારતને મોકલશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.