Abtak Media Google News

ભારતમાં પ્રજનનદર પ્રથમવાર તળીયે; બિહાર, યુપી અને ઝારખંડ સિવાયના તમામ રાજયોમાં પ્રતિસ્થાપન સ્તરની પ્રજનન ક્ષમતા પ્રતિ મહિલાએ 2 બાળક જેટલી

ફર્ટિલીટી ઘટતા યુવાઓનો દેશ ભારતમાં વસ્તી વિસ્ફોટનો ખતરો ઘટયો પણ જાપાનની જેમ વૃધ્ધોની સંખ્યા વધી ન જાય તે પણ જોવું અતિજરૂરી

વસ્તીની દ્રષ્ટિએ ભારત ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે આવે છે. જો કે સૌથી વધુ યુવાન વસ્તીઓમાં ભારત જ પ્રથમ ક્રમે છે.18થી 35 વયજુથના લોકો માત્ર વસ્તી જ નહીં પણ ભારતનું યુવાધન છે. જો કે સામે વસ્તી વધારાની સમસ્યા પણ છે. પરંતુ હાલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં એ ખુલાસો થયો છે કે ભારતમાં પ્રથમ વખત પ્રજનન દરમાં પ્રતિ સ્થાપન સ્તર કરતા પણ વધુ ઘટાડો નોંધાયો છે.

જેના પરિણામે વસ્તી વિસ્ફોટનો ખતરો તો મહદંશે ઘટ્યો છે પરંતુ સામે દેશ માટે એક નવી સમસ્યા ઉભી થાય તો નવાઈ નહીં..!! પ્રથમ વખત મહિલાઓમાં પ્રજનન દર 2 બાળકોએ નોંધાયો છે. જેનાથી વસ્તી નિયંત્રણ તો થશે પણ તેની હોડમાં જાપાનની જેમ વૃદ્ધ લોકોની સંખ્યા વધી ન જાય તે પણ જોવું અતિજરૂરી છે…!!

કેન્દ્ર સરકારના તાજેરતના ફેમેલી હેલ્થ સર્વેમાં જણાયું છે કે ભારતના સંખ્યાબંધ રાજ્યોમાં પ્રજનન દર સ્થિર થઇ રહ્યો છે. તો અહીંયા થી ઉત્તર પ્રદેશ, ઝારખંડ તેમજ બિહાર સિવાયના અન્ય તમામ રાજ્યોમાં રિપ્લેસમેન્ટ-લેવલ ફર્ટિલિટી અર્થાત પ્રતિસ્થાપન-સ્તરીય પ્રજનન ક્ષમતા 2 બાળકો અથવા તેનાથી પણ ઓછી નોંધાઈ છે. નોંધનીય છે કે પ્રતિસ્થાપન-સ્તરની પ્રજનન ક્ષમતા પ્રતિ મહિલા લગભગ 2.1 બાળક હોય છે. જે ભારતમાં 2 બાળકે પહોંચી ગયો છે.

માત્ર ત્રણ રાજ્યો બિહાર કે જ્યાં 3, યુપી કે જ્યાં 2.4 અને ઝારખંડ કે જ્યાં 2.3 પ્રજનન દર નોંધાયો છે. આ વાત 2019-21 માટેના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટામાં બહાર આવી છે, જે અખિલ ભારતીય ડેટા ફેઝ-2 રાજ્યો માટે બુધવારે જારી કરવામાં આવી છે. પ્રતિસ્થાપન-સ્તરીય પ્રજનન ક્ષમતા – આ એવી સ્થિતિ હોય છે, જેમાં એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચવા દરમિયાન પ્રજનનની દર સમાન જ રહે છે.

મોટા રાજ્યોમાં સૌથી નીચો પ્રજનન દર જમ્મુ-કાશ્મીરમાં 1.4 છે. આ તે રાજ્ય પણ છે કે જ્યાં પ્રજનન દરમાં સૌથી વધુ 0.6 નો ઘટાડો નોંધાયો છે. મોટા રાજ્યોમાં, કેરળ અને પંજાબમાં NFHS-4 માં સૌથી નીચો પ્રજનન દર 1.6 હતો, ત્યારબાદ તમિલનાડુમાં 1.7 હતો. જો કે, જ્યારે પંજાબનો પ્રજનન દર યથાવત રહ્યો છે. કેરળ અને તમિલનાડુ એકમાત્ર એવા રાજ્યો છે જ્યાં 2019-21ના સર્વેક્ષણમાં પ્રજનન દર નજીવો હોવા છતાં વધીને 1.8 થયો છે. સિક્કિમમાં સૌથી ઓછો પ્રજનન દર 1.1 છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.