Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

ભારત દેશ સતત બદલાવ તરફ આગેકુચ કરી રહ્યું છે ત્યારે નૌકાદળ એટલે કે નેવલ ક્ષેત્રે પણ ભારતે ચીફ તરીકેનો પદભાર  વાઈસ એડમિરલ હરિ કુમારને સોંપવામાં આવ્યો છે. તેઓએ મંગળવારના રોજ ભારતીય નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અને તેઓએ એડમિરલ કરમબીર સિંહના સ્થાને કાર્યભાર સંભાળ્યો છે, જેઓ નિવૃત્ત થઈ ગયા છે.

નેવી ચીફ એડમિરલ હરિ કુમારને સાઉથ બ્લોકના લોન પર ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ હરિ કુમારે તેમના માતામાં આશીર્વાદ લીધા હતા. આ તકે તેઓએ જણાવતા કહ્યું હતું કે,  ભારતીય નૌકાદળના વડા તરીકે આ પદ સંભાળવું  ખૂબ જ સન્માનની અને ગૌરવની વાત છે, ત્યારે મળેલી જવાબદારી મુજબ  દરિયાઈ સીમાઓ પરના પડકારોનો સામનો કરી, સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય દરિયાઈ હિતો અને પડકારો પર રહેશે.

ઉલ્લેખનીય છે કે, નેવી ચીફની જવાબદારી મળતા પહેલા હરિ કુમાર વેસ્ટર્ન નેવીમાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ હતા.તેઓ આઈએનએસ વિક્રમાદિત્યની ઓવરસીઝ કમિટીના વડા હતા અને ગોવામાં નેવલ વોર કોલેજના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ફ્લેગ ઓફિસર હતા.હરિ કુમારે મુંબઈમાં અધિકારીઓ અને ખલાસીઓ માટે હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાઈસ એડમિરલ આર હરિ કુમારે ડિસેમ્બર 1981માં નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી સ્નાતક થયા હતા અને તેઓ  1 જાન્યુઆરી 1983ના રોજ નવકાદરમાં  જોડાયા હતા. લગભગ 39 વર્ષની તેમની કારકિર્દીમાં તેમણે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂંકો સંભાળી છે.વાઇસ એડમિરલ હરિ કુમારના મેરીટાઇમ કમાન્ડમાં કોસ્ટ ગાર્ડ શિપ સી 01, આઈએનએસ નિશંક, મિસાઇલ કોર્વેટ, આઈએનએસ કોરા અને ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર,  આઈએનએસ રણવીરનો સમાવેશ થાય છે.તેમણે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિરાટની કમાન પણ સંભાળી છે. આ ઉપરાંત તેમણે વેસ્ટર્ન ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર તરીકે પણ સેવા આપી હતી.વાઈસ એડમિરલ આર હરિ કુમારે યુએસની નેવલ વોર કોલેજ, મધ્યપ્રદેશની આર્મી વોર કોલેજ અને યુકેની રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝમાંથી અભ્યાસક્રમો કર્યા છે. વાઇસ એડમિરલ આર હરિ કુમારને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

આ પૂર્વે તેઓ વેસ્ટર્ન નેવીમાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ તરીકે પદભાર સાંભળ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.