Abtak Media Google News

અબતક, મુંબઇ

યુએસ સ્પેસ એજન્સી નાસા ચંદ્ર પર પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવા માંગે છે. તેનો હેતુ મનુષ્યને મંગળ અને અન્ય ગ્રહો પર લઈ જવા માટે ચંદ્રના પાવર પ્લાન્ટમાંથી ઊર્જા લેવાનો છે. નાસાએ લોકોને પૂછ્યું છે કે શું તેમની પાસે 12 ફૂટ લાંબા અને 18 ફૂટ પહોળા રોકેટમાં યુરેનિયમ સંચાલિત પરમાણુ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે કોઈ આઈડિયા કે ટેકનિક છે? નાસા અને યુએસ એનર્જી મિનિસ્ટ્રી આ માટે લોકો પાસે આઈડિયા માંગી રહી છે. યુ.એસ. ઉર્જા વિભાગની ઇડાહો નેશનલ લેબોરેટરીએ તાજેતરમાં એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, નાસા આગામી 10 વર્ષમાં ચંદ્રની સપાટી પર ટકાઉ, ઉચ્ચ-શક્તિ અને સૌર-મુક્ત ફિગન રિએક્ટર બનાવવા માંગે છે.

નાસા વર્ષ 2030 સુધીમાં ચંદ્ર પર ફિગન રીએક્ટર વિકસાવવા સજ્જ

એટલા માટે નાસા અને ઉર્જા વિભાગે લોકો, વૈજ્ઞાનિકો, સંસ્થાઓ અને ખાનગી કંપનીઓ પાસેથી દરખાસ્તો માંગી છે. આ પ્રોજેક્ટ માટે આઈડિયા આપવાની કરવાની છેલ્લી તારીખ 19 મી ફેબ્રુઆરી 2022 છે.નાસાના આ પ્રોજેક્ટ હેઠળ ચંદ્રને સ્પેસ બેઝ બનાવવામાં આવશે.  જ્યાંથી માનવ અવકાશ સંશોધનની યાત્રા શરૂ થશે એટલે કે મંગળ કે અન્ય ગ્રહો પર જવા માટે વ્યક્તિ ચંદ્ર પર આરામ કરી શકે છે, બળતણ રિફિલ કરી શકે છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બન્યા બાદ ચંદ્ર પર અન્ય ઘણા કામો પણ કરી શકાશે.  આ પ્લાન્ટમાંથી ઉર્જા લઈને ઓક્સિજન ઉત્પન્ન કરવા માટેના પ્લાન્ટ પણ સ્થાપી શકાય, વીજળી બનાવી શકાય છે. વોશિંગ્ટનમાં નાસા સ્પેસ ટેક્નોલોજી મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર જિમ રોઈટરે જણાવ્યું હતું કે, ચંદ્રમાંથી ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી નીકળતી ઉર્જા આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે.

આપણે ચંદ્ર અને મંગળ પર સરળતાથી મુસાફરી કરી શકીશું.  ચંદ્ર પર માનવ વસાહત બાંધવામાં સક્ષમ હશે.  આ સિવાય તમે ચંદ્ર પર ખાણકામ જેવા કામ પણ કરી શકશો.  જેથી જાણી શકાય કે માટીની નીચે શું છે.  તેઓ કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.