Abtak Media Google News

નાસાને પહેલીવાર કદાવર ખડક નજરે પડયું

પ્રતિ સેકન્ડ 15.8 કિ.મી.ની ઝડપ: 2023 એફએમ નામ અપાયું

અંતરીક્ષમાં સમયાંતરે ઘણી ઉલ્કાઓ બનતી હોય છે. જેમાંની કેટલીક પૃથ્વી માટે જોખમી સાબિત થતી હોય છે. બ્રહ્માંડમાં દર સેક્ધડે કોઇને કોઇ ઘટનાઓ ઘટતી રહે છે. જેની અસર પૃથ્વી પર પણ પડતી હોય છે.

Advertisement

આ તમામ પર નાસા જેવી સ્પેસ એજન્સીઓ નજર રાખે છે. તાજેતરમાં નાસાએ પૃથ્વી તરફ આવતા વિશાળ ઉલ્કાપિંડ અંગે ચેતવણી આપી છે. નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, અંતરિક્ષમાંથી એક વિશાળ ઉલ્કાપિંડ આકારમાં 90 હાથી બરાબર છે. જે પૃથ્વીની તદ્દન નજીકથી પસાર થશે.

નાસાને આટલો વિશાળ ઉલ્કા પિંડે પહેલી વાર નજરમાં આવ્યો છે. જેનું નામ 2023 એફએમ રાખવામાં આવ્યું છે. જો તેની સ્પીડની વાત કરવામાં આવે તો પ્રતિ સેક્ધડ 15.8 કી.મી.ની ઝડપથી પૃથ્વી પર આવી રહ્યો છે. જો આ જ ઝડપથી આવશે તો 6 એપ્રિલે પૃથ્વીની નજીક પહોંચી જશે. આ વિશાળ ખડકની સાઇઝ 85-270 મીટર હોવાનું જણાવાયું છે. વિશાળ કદ હોવા છતાં આ ખડક નાસાને સૌથી પહેલા 16 માર્ચના ઘ્યાને પડયું હતું. જયારે ર એપ્રિલના આ ઉલ્કાપિંડ પૃથ્વી નજીક આવી રહ્યો હોવાની પુષ્ટિ થઇ હતી.

જો કે આ ઉલ્કાપિંડથી પૃથ્વીને વધુ ખતરો નથી. કારણ કે એજન્સીના જણાવ્યા મુજબ ખડક પૃથ્વીની સપાટીની 3,00,000 કી.મી. દૂરથી પસાર થશે.આ ઉલ્ટાપિંડથી પૃથ્વી પર કોઇ જોખમ નથી. પરંતુ નાસાને વધુ એક રિપોર્ટ પરથી ખતરાની ઘંટી સંભળાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં શોધાયેલા ઉલ્કાપિંડ-2023 ડીડબ્લ્યુ આજથી ર3 વર્ષ બાદ એટલે કે વર્ષ 2046માં 14 ફેબ્રુઆરીએ ધરતીની તદ્દન નજીક આવશે. એજન્સીના અહેવાલ અનુસાર નવા શોધાતા ઉલ્કાપિંડ વિશે શરુઆતમાં અનુમાન કરવું અધરું છે. કારણ કે આ પ્રકારના પદાર્થો પર કેટલાક અઠવાડીયા સુધી નજર રાખ્યા બાદ અંતિમ નિર્ણય પહોંચી શકાતું હોય છે.

આ ઉલ્કાપિંડનો વ્યાસ પ0 મીટર હોવાનું જણાવાયું છે. જે ઓલ્મિપિક સ્વીમીંગ પુલ બરાબર થાય છે. વિશ્ર્લેષણોના જણાવ્યા મુજબ ઉલ્કાપિંડ 2023 ડીડબ્લ્યુ પર સતત નજર રખાય રહી છે. જે મુજબ પૃથ્વીને અસર થવાનો ખુબ જ ઓછો અવકાશ છે. છતાં સતત નિરીક્ષણ જરુરી છે. આ ઉલ્કાપિંડ પૃથ્વીની નજીક આવતા પદાર્થોના ‘રિસ્ક લિસ્ટ ’ માં સામેલ છે. જો આ પિંડ પૃથ્વી સાથે ટકરાશે તો ભારે તારાજી સર્જી શકે તેમ છે. વર્ષ 1908માં બનેલી એક ઉલ્કા પડવાની ઘટનામાં સાયબેરિયાના જંગલમાં એક મોટાભાગનો સફાયો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.