Abtak Media Google News

રસિકરણ માટે પાત્રતા ધરાવતી પ્રતિ 100 વસતીએ ગુજરાતમાં 169.2 વેકિસનના ડોઝ અપાયા

 

 

અબતક,રાજકોટ

વૈશ્ર્વિક મહામારી કોરોનાને મ્હાત   કરવા માટે વિશ્ર્વ પાસે હાલ વેકિસનેશન જ એક માત્ર હાથ વગુ હથિયાર છે.  ભારતમાં ગત 16મી જાન્યુઆરીથી  વેકિસનેશનનો આરંભ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતે એક આગવી સિધ્ધી હાંસલ કરી લીધી છે.  રસિકરણ  માટેની  પાત્રતા  ધરાવતી  પ્રતિ 100ની વસ્તીએ ગુજરાતમાં વિશ્ર્વના  વિકસીત રાષ્ટ્રો કરતા પણ વધુ વેકિસનના ડોઝ આપવામાં આવ્યા છે.

વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે.

રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર 100 ની વસ્તીએ ગુજરાતમાં 169.ર વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે તે વિશ્વના વિકસીત દેશો કરતાં પણ વધુ અગ્રેસર છે.

ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.ર વેક્સિન ડોઝ અપાયા છે તેની તુલનાએ ફ્રાન્સમાં 166.9, યુ.એસ.એ માં 138.4, જર્મની 1પ3.6, કેનેડા 164.7, ઇટલી 1પ9, નેધરલેન્ડ 168.8 ડોઝની સંખ્યા ધરાવે છે.

એટલું જ નહિ, ગુજરાત કરતાં અન્ય જે રાષ્ટ્રોમાં આવી સંખ્યા ઓછી છે તેમાં ફિનલેન્ડ 167.પ, સ્વીડન 16પ.8, મેકસીકો 1પ7.9 તેમજ સ્વીત્ઝરલેન્ડ 148.8, સાઉદી અરેબિયા 147.9, હંગેરી 137, વિયેટનામ 130.7 અને રશિયા 107.3 નો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં હાથ ધરાયેલા હર ઘર દસ્તક અભિયાનને ગુજરાતમાં સઘન બનાવી આરોગ્ય કર્મીઓ-ફ્રન્ટલાઇન વર્કર્સએ આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ગુજરાતમાં અનેક શહેરમાં 100 ટકા  નાગરિકોને વેકિસનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત  બીજા ડોઝની  પણ નોંધપાત્ર કામગીરી  થવા પામી છે.   વેકિસનેશન માટે  લોકોને  આર્કષિત કરવા વિવિધ યોજનાઓ પણ જાહેર કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.