Abtak Media Google News

જિલ્લામાં 7 સરપંચો અને 72 સભ્યોના ફોર્મ અમાન્ય ઠેરવતું તંત્ર: સવાર સુધીમાં સરપંચ પદ માટેની રેસમાં 1806 ઉમેદવારો અને સભ્યોની રેસમાં 8191 ઉમેદવારો,  બપોરે ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થશે

રાજ્યના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતોની આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન પૂર્વ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આવતીકાલથી પ્રચાર-પ્રસારનો માહોલ બરાબરનો જામશે. આવતીકાલથી ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન ફાળવી દેવામાં આવશે. હવે 10 દિવસ મતદારોને રિઝવવા માટે ચૂંટણી લડતા ઉમેદવારો એડીચોંટીનું જોર લગાવશે.રાજ્યની 10879 ગ્રામ પંચાયતો માટે ગત 22મી નવેમ્બરના રોજ ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. ગત શનિવાર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલ્યા બાદ ગઇકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી.

આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. બપોર બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.  રાજ્યની 1157 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાની 97 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સમરસ ગ્રામ પંચાયતની સંખ્યામાં વધારો થઇ શકે તેમ છે. વર્ષ-2016માં 1400 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી.રાજકોટ જિલ્લાની 97 ઉપરાંત કચ્છની 97 પંચાયત, મોરબી જિલ્લાની 91 પંચાયત છે. સૌથી ઓછી ડાંગ જિલ્લાની 1 પંચાયત, ખેડા અને નર્મદા જિલ્લાની 7, છોટા ઉદેપુરની 6, અરવલ્લી જિલ્લાની 9 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.

જે ગ્રામ પંચાયતના સરપંચ કે વોર્ડ સભ્યોની બેઠક માટે માત્ર એક જ ફોર્મ ભરાયુ હોય અને ઉમેદવારો બિનહરિફ થાય ચૂંટણી ન યોજાઇ તેને સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે છે. 2016માં 1400 પંચાયત સમરસ જાહેર થઇ હતી. આ વખતે તેના કરતા 243 ઓછી ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે. સમરસ થતી પંચાયતો માટે ગ્રાન્ટની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો હોવા છતા સંખ્યામાં ઘટાડો થયો છે.  રાજકોટ જિલ્લાની સ્થિતિ જોઈએ તો ગઈકાલે ચકાસણીના દિવસે તંત્રએ સરપંચ પદ માટેના 7 અને સભ્ય પદ માટેના 72 ફોર્મ અમાન્ય જાહેર કર્યા છે. જેથી સવાર સુધી સરપંચની રેસમાં 1806 અને સભ્યોની રેસમાં 8191 સભ્યો મેદાને રહ્યા છે. આજે બપોર સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય હોય બપોર બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.

8.65 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

રાજકોટ જિલ્લામાં 4.55 લાખ પુરૂષ મતદારો અને 4.09 લાખ સ્ત્રી મતદારો

રાજકોટ જિલ્લામાં 8.65 લાખ મતદારો છે. જેમાં 4.55 લાખ પુરુષ મતદારો અને 4.09 લાખ સ્ત્રી મતદારો છે. આ તમામ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકોટ તાલુકામાં 71167 પુરુષ અને 64120 સ્ત્રી મળી કુલ 135287 મતદારો છે.  કોટડા સાંગાણી તાલુકામાં 35449 પુરુષ અને 31543 સ્ત્રી મળી કુલ 66992 મતદારો છે. લોધિકા તાલુકામાં 22767 પુરુષ અને 21124 સ્ત્રી મળી કુલ 43891 મતદારો છે.  પડધરી તાલુકામાં 32195 પુરુષ અને 30065 સ્ત્રી મળી કુલ 62260 મતદારો છે.

ગોંડલ તાલુકામાં 75160 પુરુષ અને 65108 મળી કુલ 140268 મતદારો છે. જેતપુર તાલુકામાં 53482 પુરુષ અને 48122 સ્ત્રી મળી કુલ 101604 મતદારો છે. ધોરાજી તાલુકામાં 28041 પુરુષ અને 25511 સ્ત્રી મળી કુલ 53552 મતદારો છે.  ઉપલેટા તાલુકામાં 36671 પુરુષ અને 33754 મળી કુલ 70425 મતદારો છે. જામકંડોરણા તાલુકામાં 30305 પુરુષ અને 27561 સ્ત્રી મળી કુલ 57866 મતદારો છે.  જસદણ તાલુકામાં 40491 પુરુષ અને 36305 મળી કુલ 76796 મતદારો છે. જ્યારે વીંછીયા તાલુકામાં 28379 પુરુષ અને 25021 સ્ત્રી મળી કુલ 53400 મતદારો છે.

રાજકોટ જિલ્લો સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યામાં રાજ્યભરમાં અવ્વલ

જિલ્લામાં 97 ગ્રામ પંચાયતો સમરસ, સાંજ સુધીમાં હજુ દશેક ઉમેરાશે

રાજકોટ જિલ્લામાં આજ સુધીમાં 97 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. રાજકીય આગેવાનો અને અધિકારીઓની સમજાવટથી વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જે સફળ રહ્યા છે. રાજકોટ જિલ્લો હાલ સમરસ ગ્રામ પંચાયતની સંખ્યામાં રાજ્યભરમાં અવ્વલ નંબરે રહ્યો છે. જો કે કચ્છ જિલ્લામાં પણ 97 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે. પણ રાજકોટ જિલ્લામાં આજે સાંજ સુધીમાં વધુ દશેક જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થવાની પ્રબળ શકયતા જણાઈ રહી છે. જે ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે તેની તાલુકાવાઇઝ યાદી નીચે પ્રમાણે છે.

Screenshot 6 9

541 ગ્રામ પંચાયતો

રાજકોટ જિલ્લામાં 548 ગ્રામ પંચાયતો છે. જેમાં રાજકોટ તાલુકામાં 89, કોટડા સાંગાણી તાલુકામાં 40, લોધિકા તાલુકામાં 36, પડધરી તાલુકામાં 58, ગોંડલ તાલુકામાં 77, જેતપુર તાલુકામાં 47, ધોરાજી તાલુકામાં 28, ઉપલેટા તાલુકામાં 48, જામકંડોરણા તાલુકામાં 46, જસદણ તાલુકામાં 44 અને વીંછીયા તાલુકામાં 30 ગ્રામ પંચાયતો છે.

4582 વોર્ડના સભ્યો

રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્યોની સંખ્યા 4582 છે. જેમાં રાજકોટ તાલુકામાં 746, કોટડા સાંગાણી તાલુકામાં 346, લોધિકા તાલુકામાં 298, પડધરી તાલુકામાં 474, ગોંડલ તાલુકામાં 652, જેતપુર તાલુકામાં 410, ધોરાજી તાલુકામાં 242, ઉપલેટા તાલુકામાં 400, જામકંડોરણા તાલુકામાં 380, જસદણ તાલુકામાં 380 અને વીંછીયા તાલુકામાં 254 ગ્રામ પંચાયતો છે.

1196 મતદાન મથકો

રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1196  મતદાન મથકોનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ તાલુકામાં 168, કોટડા સાંગાણી તાલુકામાં 87, લોધિકા તાલુકામાં 83, પડધરી તાલુકામાં 101, ગોંડલ તાલુકામાં 153, જેતપુર તાલુકામાં 118, ધોરાજી તાલુકામાં 77, ઉપલેટા તાલુકામાં 117, જામકંડોરણા તાલુકામાં 110, જસદણ તાલુકામાં 105 અને વીંછીયા તાલુકામાં 77 મતદાન મથકો હશે.

3145 મતપેટી

રાજકોટ જિલ્લામાં 3145 મતપેટી રહેશે. જેમાં રાજકોટ તાલુકામાં 570, કોટડા સાંગાણી તાલુકામાં 235, લોધિકા તાલુકામાં 165, પડધરી તાલુકામાં 245, ગોંડલ તાલુકામાં 385, જેતપુર તાલુકામાં 280, ધોરાજી તાલુકામાં 250, ઉપલેટા તાલુકામાં 290, જામકંડોરણા તાલુકામાં 285, જસદણ તાલુકામાં 280 અને વીંછીયા તાલુકામાં 160 મતદાન પેટી ગોઠવવામાં આવશે.

143 ચૂંટણી અધિકારી

રાજકોટ જિલ્લામાં 143 ચૂંટણી અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ તાલુકામાં 22, કોટડા સાંગાણી તાલુકામાં 11, લોધિકા તાલુકામાં 11, પડધરી તાલુકામાં 12, ગોંડલ તાલુકામાં 21, જેતપુર તાલુકામાં 15, ધોરાજી તાલુકામાં 9, ઉપલેટા તાલુકામાં 12, જામકંડોરણા તાલુકામાં 11, જસદણ તાલુકામાં 11 અને વીંછીયા તાલુકામાં 8 ચૂંટણી અધિકારીની નિમણુંક કરાઈ છે. આવી જ રીતે નાયબ ચૂંટણી અધિકારીનું જ આ પ્રમાણે માળખું ગોઠવાયું છે.

7573 પોલિંગ સ્ટાફ

રાજકોટ જિલ્લામાં 7573 જેટલા પોલિંગ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાજકોટ તાલુકામાં 980, કોટડા સાંગાણી તાલુકામાં 510, લોધિકા તાલુકામાં 415, પડધરી તાલુકામાં 635, ગોંડલ તાલુકામાં 1300, જેતપુર તાલુકામાં 718, ધોરાજી તાલુકામાં 440, ઉપલેટા તાલુકામાં 690, જામકંડોરણા તાલુકામાં 650, જસદણ તાલુકામાં 690 અને વીંછીયા તાલુકામાં 545 પોલિંગ સ્ટાફના ઓર્ડર કરાયા છે.

19મીએ મતદાન

ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જોઈએ તો  4 ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. બાદમાં  6 ડિસેમ્બરે ફોર્મની ચકાસણીનો દિવસ હતો. હવે આગામી 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુન: મતદાન પણ યોજાઇ શકે છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જે બાદ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. 24 તારીખે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. મતદાન વખતે ચૂંટણી ઓળખકાર્ડ રજૂ કરવું પડશે. કોરોના નિયમનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.