શહેર ના મહત્વ ના ગણાતા ટેલીફોન એક્સચેન્જ ના રાજમાર્ગ પર તાજેતર મા સિમેન્ટ રોડ બનાવાયો હતો.પરંતુ માત્ર એક મહીના ના સમય ગાળા મા રોડ પર સિમેન્ટ ઉખડી ગયો હોય અને કાંકરીઓ દેખાવા લાગતા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા તથા કોંગ્રેસ કાયઁકર્તાઓ દારા રોડ પર દેખાવો યોજી વિરોધ કરાયો હતો.શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા એ જણાવ્યુ કે આ રોડ પર અગાઉ સિમેન્ટ મઢાયો હતો.
પરંતુ નબળી કામગીરી ને કારણે રોડ બદતર બનતા એક મહીના પહેલા ફરીથી આ રોડ સિમેન્ટ દ્વારા નવો બનાવાયો હતો.પણ ફરીવાર લોટ,પાણી ને લાકડા ની માફક રોડ બનાવાયો હોય સિમેન્ટ ઉખડી ગયો છે અને કાંકરીઓ દેખાવા લાગતા ભ્રષ્ટાચાર છતો થવા પામ્યો છે.તેમણે આક્રોશ મા જણાવ્યુ કે ભાજપ ના મળતીયા કોન્ટ્રાક્ટરો નો રોડ રસ્તા ના મુદે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.અને પ્રજા ના પૈસા નુ પાણી થવા પામ્યુ છે.કોન્ટ્રાક્ટર સામે કાયઁવાહી કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઇ છે.
બીજી બાજુ નગરપાલીકા તંત્ર દ્વારા જણાવાયુ કે આ રોડ લાઇબીલીટી પિરીયડ મા હોય રિ-સરફેસ કરેલો હોય તેનો કોઈ પણ જાત નો ખર્ચ નગપાલીકા દ્વારા ચુકવાયેલો નથી.તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર દ્વારા ચુકવાયો હોય ભ્રષ્ટાચાર નો સવાલ પેદા થતો નથી.