Abtak Media Google News

ચાર દિવસ કોલ્ડ વેવની આગાહી વચ્ચે કાતીલ ઠંડીમાં થર થર ધ્રુજતું સૌરાષ્ટ્ર: નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાયો: ભુજ 10 ડિગ્રી, પોરબંદર 11 ડિગ્રી, ભાવનગર 11.3 ડિગ્રી સાથે ટાઢા બોર

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના પહાડી રાજયમાં પડી રહેલી હિમ વર્ષાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયમાં કાતીલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં હાડ થીજાવતી ઠંડીમાં થર થર ધ્રુજી ઉઠયું હતું કેશોદ 8.8 ડીગ્રી સેલ્સીયસ સાથે સૌરાષ્ટ્રનું સૌથી ઠંડુ શહેર બની ગયુ હતું રાજકોટમાં આજે લધુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંંચી ગયો હતો. 9.2 ડીગ્રી સાથે આજે રાજકોટમાં ચાલુ સાલ શિયાળાની સિઝનમાં સૌથી ઠંડો દિવસ રહ્યો હતો સૌરાષ્ટ્રના ત્રણ શહેરોના લધુતમ તાપમાન આજે સિંગલ ડિજિટમાં નોંધાયા હતા. આગામી દિવસ હજી કોલ્ડ વેવનો પ્રકોપ જારી રહેશે. કચ્છના નલીયાનું લધુતમ તાપમાન આજે દોઢ ડીગ્રી સુધી ઉંચકાતા નલીયાવાસીઓને ઠંડીમાં સામાન્ય રાહત મળી હતી.

Advertisement

કચ્છમાં આગામી ચાર દિવસ સિવીયર કોલ્ડ વેવ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર કાતીલ ઠંડીની આગોશમાં જકડાઇ ગયું હતું. જુનાગઢ જીલ્લાના કેશોદનું તાપમાન 8.8 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. અમરેલીનું લધુતમ તાપમાન 8 ડીગ્રી, રાજકોટનું લધુતમ તાપમાન 9.2  ડીગ્રી નોંધાયું હતું. રાજકોટમાં એક જ દિવસમાં લધુતમ તાપમાનનો પારો એક ડીગ્રી સુધી નીચો પટકાતા શહેરીજનો હાડ થીજાવતી ઠંડીમાં થર થર ધુ્રજી ઉઠયા હતા.

શહેરમાં આજે સવારે 8.30 કલાકે તાપમાન 1ર ડીગ્રી રહેવા પામ્યું હતું.ે પવનની સરેરાશ ઝડપ 9 કી.મી. પ્રતિ કલાક અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 43 ટકા રહેવા પામ્યું હતું.આ ઉપરાંત નલીયાનું લધુતમ તાપમાન આજે 5.4 ડીગ્રી, ભુજનું તાપમાન 10 ડીગ્રી, ડિસાનું તાપમાન 10.8 ડીગ્રી, કંડલા એરપોર્ટપરનું તાપમાન 11.3 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 11.3 ડીગ્રી, દ્વારકાનું તાપમાન 15.3 ડીગ્રી: પોરબંદરનું તાપમાન 11 ડીગ્રી, કેશોદનું તાપમાન 8.8 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 10.5 ડીગ્રી, જામનગરનું તાપમાન 13 ડીગ્રી, જુનાગઢનું તાપમાન 15.4 ડીગ્રી અને અમદાવાદનું લધુતમ તાપમાન 11.7 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.હજી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ  સહિત સમગ્ર રાજયમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેશે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનું જોર વધુ રહેશે.

દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા રહેશે. દિવાળીના સવા મહિના વિત્યા બાદ શિયાળાની સિઝને જમાવટ કરી છે. ઠંડીનો દોર શરૂ થતાં લોકો હવે આરોગ્ય પ્રદ ખોરાક તરફ વઘ્યા છે. સવારના સમયે વોકમાં નીકળનારાની સંખ્યામાં પણ ખાસ્સો એવો વધારો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.