Abtak Media Google News

 ગત વર્ષની સરખામણીમાં પર્સનલ ઇન્કમટેક્સ 115 ટકા વધ્યું

 

અબતક, નવીદિલ્હી

 

કોરોના બાદ દેશની આર્થિક સ્થિતિ સુધારા પર જોવા મળી રહી છે સાથોસાથ લોકો પણ તેમનો એડવાન્સ ટેક્સ સમય મુજબ ભરતા દેશને ઘરની આવક પણ સારી માત્રામાં થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે ચાલુ ત્રીજા ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ કલેકશન 90% ના વૃદ્ધિ સાથે જોવા મળ્યું એટલું જ નહીં ગત વર્ષની સરખામણીમાં પર્સનલ ઇન્કમટેક્સ 115 ટકા વધી 39,662 કરોડે પહોંચ્યો છે. એડવાન્સ ટેક્સ ડિસેમ્બરના ક્વાર્ટરમાં 94,107 કરોડ જોવા મળ્યો હતો, જે ગત ડિસેમ્બર માસમાં 49,536 કરોડ નોંધાવ્યું છે. સામે કોર્પોરેટ એડવાન્સ ટેકશ 54,445 કરોડ નોંધાયું હતું, જે ગત વર્ષે 31,107 કરોડ નોંધાયા હતા.

આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હજી બેન્કમાંથી આંકડો આવવાનો બાકી હોવાથી ટેક્સ કલેક્શન નો આંકડો ખૂબ ઊંચો આવી શકે છે એપ્રિલથી ડિસેમ્બર માસના સમયમાં 3.45 લાખ કરોડ રૂપિયાની આવક ટેક્સ પેટે જોવા મળી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ત્રીજો ક્વાર્ટર દરેક ક્ષેત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયો છે અને કલેક્શન અપેક્ષા કરતાં પણ વધુ નોંધાયું છે ત્યારે આવનારા ક્વાર્ટરમાં પણ આ આંકડો વધુ ઊંચો આવે તેવી સ્પષ્ટતા અને આશા પણ સેવાઇ રહી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના જણાવ્યા મુજબ, 35.9 મિલિયન ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ ઇ પોર્ટલ પર નોંધાયા છે. ત્યારે બીજી સૌથી મોટી વાત તો એ છે કે પ્રતિ દિવસ ઈતિહાસ રિટર્ન જે ફાઇલ થઇ રહ્યા છે તે છ લાખ ને પાસ હોવાથી આવનારા સમયમાં આ સ્થિતિમાં અનેક અંશે સુધારો જોવા મળશે અને તેનો સીધો જ ફાયદો દેશની આવક પર થશે. વધુ ને વધુ સરકારને જે પરથી આવક ઉદભવી થાય છે તેનો સીધો ઉપયોગ સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વિવિધ ચીજવસ્તુઓ ઉપર થતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.