Abtak Media Google News

ઉર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજન

જોઈન્ટ એમડી પ્રીતી શર્માએ રેલીને આપી લીલીઝંડી: રેલીમાં મુખ્ય ઈજનેર જે.જે.ગાંધી સહિતના અધિકારીઓ જોડાયા

પીજીવીસીએલ રાજકોટ દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી નિમિતે આજે કર્મચારીઓની એક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલીનોમુખ્ય ઉદેશ જાહેર જનતામાં ઉર્જા બચત અને સલામતી અંગેની જન જાગૃતિ ફેલાવવાનો હતો. આ રેલીમાં પીજીવીસીએલની શહેર વર્તુળ, ગ્રામ્ય વર્તુળ, નિગમિત કચેરી અને અન્ય કચેરીઓનાં કર્મચારી ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

Advertisement

પીજીવીસીએલનાં માનનીય જોઈન્ટ બેનેજીંગ ડાયરેકટર પ્રીતિબેન શર્મા દ્વારા આ રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં અ વેલ. ઉપરાંત નિગમિત કચેરીના મુખ્ય ઈજનેર જે.જે.ગાંધી, મહાપ્રબંધક કે.એસ.મલકાન, રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર પી.સી.કાલરીયા અને અન્ય અધિકારીઓ હાજર રહેલ.

ઉપરોકત રેલીનું સફળતાપૂર્વક આયોજન રાજકોટ શહેર વર્તુળનાં અધિક્ષક ઈજનેર એન.જી.કારીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.