Abtak Media Google News

ડીવાયએસપી ભાવેશ રોઝિયાએ ૪૫૦૦ કરોડનું ૯૨૦ કિલો ડ્રગ્સ કર્યું સિઝ: ડિજી કમ્ડેશન ડેસ્ક એવોર્ડથી કરાયા સન્માનિત

ગુજરાત એ.ટી.એસ.ના ડીવાયએસપી ભાવેશ રોઝિયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ પ્રાપ્ત થયો છે. સૌથી વધુ ડ્રગ્સ સીઝ કરવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી. જે બાદ તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાત પોલીસમાં હિમાંશુ શુક્લાને પણ ડિજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ મળી ચૂક્યો છે. ડીવાયએસપી ભાવેશ રોઝિયાએ ૯૨૦ કિલો ડ્રગ્સ સીઝ કર્યું છે. જેની અંદાજીત બજાર કિંમત ૪૫૦૦ કરોડથી વધુ છે. આ અગાઉ ભાવેશ રોઝિયાને ગેલેન્ટરી એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

ગુજરાતમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એ.ટીએસ.ની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. એ.ટી.એસ.ના ડીવાયએસપી ભાવેશ રોઝિયાને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત એ.ટી.એસ. અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી ૩૮૫ કરોડ રૂપિયાનું ૭૭ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ હેરોઇન સાથે ૬ પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.