Abtak Media Google News

હેડ ક્લાર્ક પેપરની લેખિત પરીક્ષા રદ : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી.

હેડ ક્લાર્ક પેપર લીક કાંડ માં આજ રોજ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરાય છે કે પેપર લીક કરનારની સાથે સાથે પેપર ખરીદનારને પણ વર્ષો સુધી સજા થાય તેવી રીતે આ પોલિસ કાર્યવાહી કરવામાં આવશે.

હેડ ક્લાર્ક પેપરમાં આજ રોજ મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરવાંમાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ દ્વારા જે પ્રિંટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું ત્યાં પણ તપાસ કરવામાં આવસે અને ગૌણ સેવા પસંદગી મંડળના પણ સભ્યોની પૂછપરછ અને સંડોવણી વિશે પણ તપાસ થઈ રહી છે કોઈને પણ છોડવા માં નહીં આવે અને તમામને દાખલા રૂપે કાર્યવાહી કરવામાં આવશે.

રદ્દ કરેલ ભરતી પાછી માર્ચ મહિનામાં લેવામાં આવશે.

૭૦ જેટલા ઉમેદવારો દ્વારા પેપર ખરીદીની પ્રાથમિક માહિતી મળેલ છે તેથી તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરીને તેમને પણ વર્ષો સુધી સજા થયા તેવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ઉમેદવારો હવે ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પરીક્ષા પણ આપી નહીં શકે.

૧૮૬ જગ્યા માટે આશરે ૮૮૦૦૦ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

જો કોઈ ઉમેદવારને ઉમર અંગે પ્રશ્ન ઉદભવશે તો તેમને ઉમરમાં રાહત આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.