Abtak Media Google News

ડો.સ્વાતી પોપટ અને ડો.વ્રીન્દા અગ્રાવતે રાજકોટ તબીબી જગતને ગૌરવ અપાવ્યું

અબતક, રાજકોટ

Advertisement

એલોપેથીક તબીબોના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટના બે મહિલા તબીબો ડો . સ્વાતી પોપટ અને કોં.વ્રીન્દા  અગ્રવાલનેે રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા તાજેતરમાં પટના ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં રાજકોટના બે મહિલા તબીબોને પ્રથમ વખત વિવિધ કામગીરી માટે એવોર્ડ મળ્યા હતા રાજકોટના તબીબી જગત માટે ગૌરવની વાત છે. તબીબો દ્વારા બન્ને મહિલા તબીબોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. એમ રાજકોટ આઈ.એમ.એ.ના પ્રમુખ ડો.પ્રફુલ કમાણી અને સેક્રેટરી ડો . દુષ્યંત ગોંડલીયાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે . ડો. સ્વાતિ પોપટને કલ્ચરલ એક્ટીવીટી માટે અને ડો . વ્રીંન્દા અગ્રાવતને એજયુકેશનલ એક્ટીવીટી માટે રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યા છે જે રાજકોટ આઈ.એમ.એ. માટે ગૌરવની વાત છે . ભારતમાં અંદાજે ચાર લાખ સભ્ય ધરાવતાં વિશ્વનાં સૌથી મોટા તબીબી સંગઠન એવા ઈન્ડીયન મેડિકલ એસોસીએશનમાં રાજકોટના તબીબોનું યોગદાન અનેરૂ રહ્યું છે .

ડો.પ્રફુલ કમાણીના જણાવ્યા અનુસાર ઈન્ડીયન મેડિકલ એસોસીએશન રાજકોટના વુમન્સ વિંગના પ્રેસીડન્ટ ડો . સ્વાતિ પોપટને ‘ આઈ.એમ.એ. નેશનલ પ્રેસીડન્ટસ એપ્રીસીએશન એવોર્ડ ફોર કલ્ચરલ એક્ટીવીટીસ ’ અર્પણ કરવામાં આવ્યો છે. ડો . સ્વાતિ પોપટ આઈ.એમ.એ.ની નેશનલ કલ્ચરલ કમીટીના મેમ્બર છે . તેમો વર્ષ 2021 દરમિયાન લાઈવ વર્કશોપ , વેબીનાર અને ડિજીટલ માધ્યમ દ્વારા સંગીત તથા નૃત્યની સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું

ડો . દુષ્યંત ગોંડલીયાએ જણાવ્યું છે કે, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટના વુમન્સ વિંગના સેક્રેટરી ડો . વીન્દા અગ્રાવતને  ઇન્ડીયન મેડિકલ એસોસીએશન નેશનલ એવોર્ડ ફોર વુમન ફોર બેસ્ટ એજ્યુકેશનલ એક્ટીવીટી ” મળેલ છે . ડો . વ્રીન્દા અગ્રાવત પી.ડી.યુ. મેડિકલ કોલેજ – રાજકોટમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે . તેમના દ્વારા વિવિધ સંસ્થાઓમાં સી.પી.આર.ની તાલીમ આપવામાં આવે છે . હૃદય રોગના હુમલા વખતે તેમજ અકસ્માતના કેસમાં દર્દીને સી.પી.આર. દ્વારા રાહત મળી શકે છે , અગત્યની પ્રાથમીક સારવાર છે . તેમણે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન , કેન્સરના દર્દીની સંભાળ , મહિલા આરોગ્ય , પોષણ તથા રસીકરણ વિશેના સેમીનાર , બ્લડ ડોનેશન કેમ્પ , વિશ્વ યોગ દિવસ નિમિતે ખાસ કાર્યક્રમ , મહિલા દિવસની ઉજવણી , ડાયાબીટીસ નિવારણ સેમીનાર , વૃક્ષારોપણ વગેરે અનેક કાર્યક્રમોનું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું .  કલેક્ટર દ્વારા તાજેતરમાં તેમનુ કોરોના વોરીયર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું .

આઇ.એમ.એ. ના પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો . અતુલ પંડ્યા , આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો . અમીત અગ્રાવત , પૂર્વ ઉપપ્રમુખ સર્વશ્રી ડો . એમ . કે . કોરવાડીયા , ડો . ભરત કાકડીયા , ડો. રશ્મી ઉપાઘ્વાય , ડો . અમિત હપાણી , ડો . હિરેન કોઠારી , આઈ.એમ.એ. – રાજકોટના પ્રેસીડન્ટ ડો . પ્રફુલ કમાણી , પૂર્વ પ્રમુખ ડો . જય ધિરવાણી , ડો . ચેતન લાલસેતા , ડો . યજ્ઞેશ પોપટ , ડો . ભાવેશ સચદે , ડો . દીપેશ ભાલાણી , ઉપપ્રમુખ ડોં , દેવેન્દ્ર રાખોલીયા , ડો . પારસ શાહ , જોઈન્ટ સેક્રેટરી ડો . વિમલ સરાડવા , ડો . બિરજુ મોરી , ટ્રેઝરર ડો . વિપુલ અઘેરા , જોઈન્ટ ટ્રેઝરર ડો . કમલેશ કાલરીચા , પૂર્વ સેક્રેટરી ડો . તેજસ કરમટા , ડો . રૂકેશ ઘોડાસરા , ડો . પિયુષ ઉનડકટ, પેટ્રન ડો . એસ . ટી . હેમાણી , ડો . પ્રકાશ મોઢા , ડો . ભાવીન કોઠારી , ડો . ડી . કે . શાહ , ડો . સુશીલ કારીઆ ઉપરાંત અગ્રણી તબીબો ડો . કીર્તિ પટેલ , ડો . સંજય ભટ્ટ , ડો . નિતીન લાલ , ડો . કાન્ત જોગાણી , એફ.પી.એ. મેમ્બર ડો . કે . એમ . પટેલ , ડો પંકજ મચ્છર , ડો . વસંત કાસુન્દ્રા , ડો . દીપક મહેતા , સહિત તબીબો આગેવાનો અને સમાજના વિવિધ વર્ગના આગેવાનો દ્વારા ડો . સ્વાતિ પોપટ અને ડોં , વ્રીન્દા અગ્રાવતને શુભેચ્છા પાઠવવામાં આવી છે . આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના  વિજય મહેતા સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.