Abtak Media Google News

ડિફેન્ટ સેકટરમાં રાષ્ટ્રની સુરક્ષા સંબંધીત નીતનવા ર્સ્ટાટઅપની માંગ સમયાંતરે વધતા જી.ટી.યુ. નિર્મિત આ પ્રકારના સ્ટાર્ટઅપ નેશનલ સિકયોરીટીમાં ખુબ જ મદદરુપ સાબીત થશે: ડો. એચ.બી. શ્રીવાસ્તવ

સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સતત કાર્યરત રહે છે. જેના કારણોસર જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જીટીયુના વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું નામ રોશન કરે છે. તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલમાં સાઈબર સિક્યોરીટી સંબધીત બનાવવામાં આવેલ નતાશા સિક્યોર ડિવાઈસ અને આઈઓટી કેટેગરીમાં સ્વાસ્થ સંબધીત પગમાં પહેરવા માટે બનાવવામાં આવેલ અદ્યતન સોલના સ્ટાર્ટઅપને અનુક્રમે પ્રથમ અને દ્રિતિય સ્થાન પ્રાપ્ત થયું છે.

આ સંદર્ભે ઉછઉઘ ટેક્નિકલ મેનેજમેટના ડિરેક્ટર જનરલ ડો. એચ. બી. શ્રીવાસ્તવે  ફેસ્ટીવલ દરમિયાન મુલાકાત લઈને જણાવ્યું હતું કે, ડિફેન્સ સેક્ટરમાં રાષ્ટ્રની સુરક્ષા સંબધીત નીતનવા સ્ટાર્ટઅપની માંગ સમયાંતરે વધી રહી છે.  જીટીયુ નિર્મિત આ પ્રકારના સ્ટાર્ટઅપ નેશનલ સિક્યોરીટીમાં ખૂબ જ મદદરૂપ સાબીત થશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે આ સંદર્ભે જણાવ્યું હતું કે, જીટીયુ સ્ટાર્ટઅપકર્તાને પ્રોત્સાહન આપવા માટે હરહંમેશ કાર્યરત રહે છે. ઈન્ટરનેશનલ સાયન્સ  ફેસ્ટીવલમાં અગ્ર સ્થાને રહીને ભાગ લેનાર વિદ્યાર્થીઓએ જીટીયુનું નામ વિશ્વસ્તરે ઉજાગર કર્યું છે. જીટીયુ કુલસચિવ ડો. કે. એન. ખેર , જીએસએમએસના ડાયરેક્ટર ડો. પંકજરાય પટેલ અને જીઆઈસી ડાયરેક્ટર ડો. સંજય ચૌહાણે સ્ટાર્ટઅપકર્તા મંદાર વાઘમારે , સુક્ધયા દિક્ષિત અને ડો. વિશ્વાલ પડોલેને  અભિનંદન પાઠવ્યા હતાં.

આ સંદર્ભે સાયબર સિક્યોરીટી સંબધીત નતાશા સ્ટાર્ટઅપના ફાઉન્ડર મંદાર વાઘમારેએ જણાવ્યું હતું કે, પેન્ડામીક દરમિયાન વર્કફ્રોમ હોમના કારણોસર સાયબર સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતાં. માલવેર આધારીત ફ્રોડના કિસ્સામાં બહુ મોટો વધારો જોવા મળ્યો હતો. જેને રોકવા માટે નતાશા નામક થ્રેટ એનલાઝર ડિવાઈસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના થકી 65 લાખ માલવેર સંબધીત વેબસાઈટની લિંકને બ્લોક કરીને સાયબર સુરક્ષા પૂરી પાડે છે.

વિશેષમાં દેશની સુરક્ષા સંબધીત અતિગુપ્ત માહિતીને હેકર્સ હેક કરી શકતાં નથી.  ક્યુરાજ ઈન સોલ સ્ટાર્ટઅપના ફાઉન્ડર  ડો. વિશ્વાલ પડોલેએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા નિર્મિત અદ્યતન સોલ પગના દુખાવા, સંધી-વા , હાંડકા સંબધીત રોગ અને અકસ્માત દરમિયાન શયેલ ઈજામાં જલ્દી સ્વસ્થતા કેળવવામાં ખૂબ જ મદદરૂપ નિવડે છે. તેમજ સરહદ પર આપણા જવાનો ખડેપગે ઉભા રહેતાં હોય છે. તેમના માટે પણ આ સોલ ખૂબ જ ફાયદાકારક છે. આ ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલમાં રશિયા, યુનાઈટેડ કિંગડ઼મ , મોસ્કો , આયર્લેન્ડ, અમેરિકા સહિતના વિવિધ દેશોના વિદ્યાર્થીઓ, રીસર્ચર્સ, વૈજ્ઞાનિકો અને સ્ટાર્ટઅપકર્તાએ ભાગ લિધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.