Abtak Media Google News

આશરે બે દસકા પૂર્વે સ્ટાર્ટઅપ ની સ્થાપના થઇ હતી.

હાલ શેર બજારની સ્થિતિમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળતો હોય છે ત્યારે આશરે બે દશકા પૂર્વે શરૂ થયેલી મેપ માય ઈન્ડિયા હાલ સફળતાના ઉચ્ચ શિખરો સર કરી રહ્યું છે એટલું જ નહીં હાલ આ કંપનીના સ્ટોકમાં 35% નો ઉછાળો આવ્યો છે અને સ્ટોકના ભાવ 1400 રૂપિયા નજીક પહોંચી ગયા છે.

યુગલો દ્વારા ૨૦ વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલી આ કંપની ભારતના ડિજિટલ મેપ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને મેપિંગ માં એક અલગ જ ઊંચાઈ કંપની દ્વારા કરવામાં આવી હતી. મેપ માય ઈન્ડિયા કંપની ભારતના ડિજિટલ મેપ અને જિયોગ્રાફિક ડેટા નું વેચાણ પણ કરી રહી છે ત્યારે દિનપ્રતિદિન અત્યંત પ્રચલિત હતા આ કંપનીના ચોકમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

એક આગવા સ્થાન ઉપર પહોંચ્યા બાદ કંપની દ્વારા આઇપીઓ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કંપનીને ખૂબ જ સારો રિસ્પોન્સ અને પ્રતિભાવ મળ્યો હતો અને કંપની ખૂબ સારી રીતે બજારમાંથી પણ એકત્રિત કરી શકી હતી. રામે વરસ ની કથા મહેનત અને પરિશ્રમ બાદ કંપનીનું નેટવર્ક 586 મિલિયન ડોલરે પહોંચ્યું છે.

બંને લોકો નું માનવું હતું કે ડેટા ઇઝ કિંગ ત્યારે આવનારા સમયમાં સંપૂર્ણ ટેકનોલોજી ડિજિટલ ઉપર આધારિત હોવાના કારણે તેઓએ ૧૯૯૦માં જ તેમની કંપનીને ડિજિટલ તરફ અગ્રેસર બનાવી હતી જેથી આગામી સમયમાં કંપનીને કોઈપણ પ્રકારની નુકસાનીનો સામનો ન કરવો પડે અને સમય જતાં લોકોને જાગૃત પણ કરવા ન પડે ત્યારે 20 વર્ષ પહેલાની જેમ મહેનત યુગલો દ્વારા કરવામાં આવી હતી તેનો ફાયદો કંપનીને પણ મળી રહ્યો છે સાથે ચોક ખરીદનાર રોકાણકારોને ૫૩ ટકા જેટલું પ્રીમિયમ પણ ચૂકવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.