Abtak Media Google News

શું તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે ??? તો તમે તેને કેમ સુરક્ષિત રાખસો જાણો નીચે મુજબના પગલા

સાઇબર ક્રીમિનલ્સ હેકિંગ : એટલે કે તમારી માહિતીની ચોરી કરવી, કોઈ વ્યક્તિ તમારા ક્રેડિટ કાર્ડની માહિતી તમારા જાણ બહાર મોબાઇલ ની એપ કે સૉફ્ટવેર દ્વારા લઈ લે તો તેને માહિતીની ચોરી કરી કહેવાય.

ફિશિંગ અથવા ક્લોનીંગ : છેતરપિંડી અથવા નકલી ડિજિટલ કોપી એટ્લે કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તમારા ક્રેડિટ કાર્ડની ખોટી નકલ કે ફોટો દ્વારા માહિતીથી તમારી સાથે છેતરપિંડી કરવી જેમકે આ કાર્ડ બંધ થઈ જશે, તમારે ચાલુ રાખવું હોય તો OTP કે માહિતી માંગે તો તે છેતરપિંડી કરી કહેવાય.

આપના ક્રેડિટ કાર્ડને હેકિંગ, ફિશિંગ કે ક્લોનીંગથી સુરક્ષિત રાખવા માટે નીચે આપેલ પગલાઓ ભરવા જરૂરી છે.

  1. ક્રેડિટ કાર્ડ ફ્રોડથી હંમેશા સાવધાન રહો અને તમારી વ્યક્તિગત માહિતી કોઈ પણ વ્યક્તિને ના આપો.
  2. તમારા ખાતાની રકમ સતત તપાસતા રહો.
  3. તમારી ક્રેડિટ કાર્ડની વિગત હમેશાં ખાનગી રાખો.
  4. ક્રેડિટ કાર્ડ ખોવાઇ તો સૌ પ્રથમ બઁકને જાણ કરીને તેને બ્લોક કરાવો.
  5. ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરતાં પહેલા મશીનની પૂરે પૂરી ચકાસણી કરવી

જો આપ સાઇબર ક્રાંઇમનો શિકાર બનો તો તેની માહિતી cybercrime.gov.in પર આપો.

અથવા હેલ્પલાઇન નંબર ૧૫૫૨૬૦ પર આપો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.