Abtak Media Google News

ચાર ટ્રેન સંપૂર્ણ રદ, છ ટ્રેન આંશિક રદ જયારે બે ટ્રેન પરિવર્તીત માર્ગ પર દોડશે

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શન માં ડબલ ટ્રેકની કામગીરીને કારણે 11જાન્યુઆરી, સુધી રેલ ટ્રાફિકને અસર થશે. વિભાગીય રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર ઉપરોક્ત સેક્શન માં સ્થિત વગડિયા યાર્ડમાં લાઇન ક્ષમતા વધારવા માટે રિમોડેલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે

રદ થયેલી ટ્રેનો:-

ટ્રેન નં.22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ આજ થી 10 જાન્યુઆરી સુધી, ટ્રેન નં.22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ર8 થી 1 જાન્યુઆરી સુધી,  ટ્રેન નં.22937 રાજકોટ-રીવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ર થી 9 જાન્યુઆરી સુધી,  ટ્રેન નં.22938 રીવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 થી 10 જાન્યુ. સુધી રદ કરવામાં આવી છે.

જયારે ટ્રેન નં.19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.27 થી 10 જાન્યુઆરી સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.

ટ્રેન નં.19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 27 થી 10 જાન્યુઆરી સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે., ટ્રેન નં.19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા.26 થી 9 મી સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.  ટ્રેન નં.19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ તા.27-12 થી તા.10-1 જાન્યુઆરી સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન આંશિક રદ કરવામાં આવશે. ટ્રેન નં.22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 27, 30, 1, 3, 6  અને 8 રોજ બાંદ્રાથી અમદાવાદ સુધી દોડશે. આમ અમદાવાદ-જામનગર વચ્ચે ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવશે.

ટ્રેન નં.15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તા.29-12-2021 અને 05-01-2022 ના રોજ પોતાના રેગ્યુલર માર્ગ વિરમગામ-વાંકાનેર-મોરબી-માળીયા મિયાણાની જ્ગ્યા વાયા વિરમગામ-ધરંગધરા-માળીયા મિયાના-ગાંધીધામના પરિવર્તિત માર્ગ પર દોડાવવામાં આવશે.

ટ્રેન નં.15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ તા.1-1  અને 8-1 ના રોજ પોતાના રેગ્યુલર માર્ગ માળીયા મિયાણા-મોરબી-વાંકાનેર-મોરબીની જ્ગ્યા વાયા માળીયા મિયાણા-ધરંગધરા-વિરમગામ ના પરિવર્તિત માર્ગ પર દોડાવવામાં આવશે.

તારીખ 01-01 અને 02-01-2022ના રોજ બ્લોકને કારણે 19578 જામનગર-તિરુનાલવેલી અને 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ રૂટ પર 30 મિનિટઅને 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ રૂટ 20 મિનિટ મોડી ચાલશે.

રેલવે મુસાફરોએ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન અંગેના નવીનતમ માહિતી તપાસવા માટે www.enquiry.indianrail.gov.in મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.