Abtak Media Google News

રાજયસભાના  સાંસદ રામભાઈ મોકરિયાની રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને પત્ર લખ્યો: સોમવારે રૂબરૂ મળશે

સૌરાષ્ટ્રના  પાટનગર સમા રાજકોટ શહેરને વંદે ભારત ટ્રેનની સુવિધા  આપવા માટે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. દરમિયાન આગામી સોમવારે તેઓ રેલવે મંત્રીને  રૂબરૂ મળી  સૌરાષ્ટ્રના  રેલ પ્રશ્ર્ન અંગે રજૂઆત  કરશે.‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન  સાંસદ  રામભાઈ મોકરિયાએ વધુમાં જણાવ્યું હતુ કે, અમદાવાદથી રાજકોટ અથવા મુંબઈથી રાજકોટ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવામાં  આવે તેવી માંગણી રેલવે મંત્રીને પત્ર લખીને  કરવામાં આવી છે.

આગામી સોમવારે રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ રેલવે પ્રશ્ન અંગે પણ રજૂઆત કરવામાં આવશે. રેલવેની મંજુરીના વાંકે અનેક પ્રોજેકટ અટકી પડયા છે.  ત્યારે આ  તમામ પ્રોજેકટની  કામગીરી આગળ  વધે તે માટે વિસ્તૃત  રજૂઆત કરાશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતુ કે રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા મળી છે.પરંતુ લાંબા અંતરની વંદે ભારત ટ્રેનની સુવિધા મળવાની બાકી છે. અમદાવાદ, રાજકોટ ડબલ ટ્રેકની સુવિધાની કામગીરી ખૂબજ ઝડપી ચાલી રહી છે. ટુંક સમયમાં પૂર્ણ થવાની  તૈયારીમાં છે.

ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થશે એટલે સમયનો બચાવ થશે. રાજકોટનો ખૂબ જ ઝડપી વિકાસ થઈ રહ્યો છે.  જેના સંદર્ભે લાંબા અંતરની ટ્રેન સુવિધા મળે તેવી  પ્રજાજનોનીમાંગણી આવતા વંદે ભારત ટ્રેનની  સુવિધા રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને આ સુવિધા મળે તેમાટે  આ ટ્રેન રાજકોટ સુધી લંબાવવી જોઈએ તેવી માંગણી સાથે રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવને પત્ર લખી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.