Abtak Media Google News

નયા સાલ હે નહી ઉમંગે મિલકર લિખેંગે નયી કહાની હમ હિન્દુસ્તાની!!!

વિવિધ સરકારી વિભાગો ટાસ્કફોર્સની ટીમમાં જોડાયા

આજે વર્ષ 2022 નો પ્રથમ દિવસ એટલે એ વાત સતત યાદ આવે કે નયા સાલ હે નહીં ઉમંગે મિલકર લિખેંગે નયી કહાની હમ હિન્દુસ્તાની. સરકાર દેશને 5જી ટેકનોલોજી માટે સુસજ્જ કરવા માટે મહેનત કરી રહ્યું છે તેની સાથોસાથ આગામી સમયમાં 6જી ટેકનોલોજી માટે પણ સરકાર સતત વિચાર કરી રહ્યું છે અને તે દિશામાં આગળ પગલાં પણ ભરે છે. જે મુદ્દાને ધ્યાને લઇ સરકાર દ્વારા વિવિધ ટાસ્કકોર્સ ઉભા કરવામાં આવ્યા છે અને આ ફોર્સમાં સરકારી વિભાગ પણ સહભાગી થયું છે.

બીજી તરફ સરકારનો લક્ષ્ય સમગ્ર ભારતને ડિજિટલ તરફ આગેકૂચ કરવા માટેનો છે. ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં આગામી સમયમાં 6જી ટેકનોલોજી આવે તે પૂર્વ સરકાર જરૂરી તમામ મુદ્દાઓ અંકે કરવા માટે મહેનત કરી રહ્યું છે આ માટે સરકાર દ્વારા વિવિધ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગત માસમાં સરકારે ૨૨ સભ્યોની એક કમિટી બનાવી હતી જેમાં આગામી સમયમાં 6જીના રોડમેપ માટે વિઝન કેવું હોઈ શકે તે માટે બેઠકનો દોર ચલાવ્યો હતો.

વિઝન ને ધ્યાને લઇ હવે રોડમેપ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તે માટે વિવિધ સરકારી વિભાગો અને સંયુક્ત રીતે એક ટાસ્કફોર્ષ ઉભો કરવામાં આવ્યો છે જે તે દિશામાં કાર્ય કરશે જેમાં 6જી ટેકનોલોજી ખૂબ સરળતાથી અમલી બની શકે અને લોકોને સીધો જ ફાયદો મળતો રહે. વર્ષ 2022 આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે સરકાર નો મુખ્ય લક્ષ્ય એ છે કે સમગ્ર દેશ સંપૂર્ણ ડિજિટલ આઇસ થાય અને ડિજિટલ ટેકનોલોજી અને આવકાર્ય ત્યારે આ સ્વપ્નને ત્યારે જ સાકાર કરી શકાશે જે સમયે સરકાર અને લોકો દ્વારા તેની અમલવારી યોગ્ય રીતે શરૂ કરવામાં આવે. પ્રાથમિક તબક્કે સરકાર દ્વારા હાલ મેપિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેથી એ વાત સ્પષ્ટ થઈ શકે 6જી ટેકનોલોજી ભારતમાં કેવી રીતે કામ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.