Abtak Media Google News

રાજકોટ એઇમ્સ હવે આંગળીના ટેરવે

ઓનલાઇન એપોઇમેન્ટ બુક કરાવી દર્દી હવે સરળતાથી સારવાર મેળવી શકશે

રીપોર્ટર:- તેજસ રાઠોડ, કેમેરામેન:- સાગર ગજજર

અબતક, રાજકોટ

મેડીકલ ક્ષેત્રે રાજકોટમાં એઇમ્સ રૂપી વધુ એક ધરેણુ ઉમેરાયું છે. રાજકોટના પરા પીપળીયા ગામે નીર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલની ઓપીડીનો પુજન અર્ચન સાથે શુભારંભ કરી દેવામાં આવ્યો છે. જેનું ઉદધાટન એઇમ્સના ડાયરેકટર સહિતના અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ એઇમ્સની અંદર 10 સુવિધા શરુ કરી દેવામાં આવી છે. અને નાના ઓપરેશન પણ થઇ શકશે. અને જો દર્દી પાસે બી.પી.એલ. કાર્ડ હશે તો સારવાર અને સર્જરી વિનામૂલ્યે થઇ શકશે.

તદ ઉ5રાંત રાજકોટ એઇમ્સ દ્વારા એક એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી ઘર બેઠા રજીસ્ટ્રેશન કરી એપ્લીકેશન દ્વારા સમય આપવામાં આવશે. અને દર્દીને લાઇનમાં ઉભુ નહી રહેવું પડે આ ઉપરાંત ફાર્મસી તેમજ લેબોરેટરીની સુવિધા  શરુ કરી દેવામાં આવી છે. આ સેવા પણ રાજય સરકાર દ્વારા નકકી કરેલ ભાવ પર રીપોર્ટ મળી શકશે. તદઉપરાંત એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશીના તબીબો રાજકોટ જોવા મળશે. આ પ્રોગ્રામમાં એઇમ્સના તબીબોને વિદેશની ઉચ્ચ કક્ષાની મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમ અને સંશોધન માટે મોકલવાાં આવે છે.

તેવી જ રીતે વિદેશના તબીબો એઇમ્સમાં આવે છે અને રાજકોટમાં એઇમ્સ શર થતાં વિદેશના ખ્યાતનામ તબીબો પણ રાજકોટમાં સુશ્રુષા કરતા જોવા મળશે.

 

રાજકોટ એઇમ્સમાં પ્રથમ દિવસથી જ દર્દી આવવાના શરૂ: ડો. ચંદ્રન દેવસિંહ કછોટ (એકિઝકયુટીવ ડાયરેકટર રાજકોટ એઈમ્સ)

એઇમ્સ હોસ્પિટલમાં પ્રથમ દિવસે દર્દી આવવાના શરુ થઇ ગયા હતા. અને ફાર્મસી ડીપાર્ટમેન્ટ અને લેબોરેટરી પણ શરુ કરી દેવામાં આવ્યો છે. 10 સ્પેશ્યાલીટીસ્ટની ટીમ દ્વારા કામ શરુ કરાયું છે. જેમાં વધુ એક સુવિધા પણ શરુ કરવામાં આવી છે. એઇમ્સ રાજકોટ સ્વાસ્થ એપ્લીકેટશન ની આ સુવિધામાં જે કોઇ દર્દીને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઇનમાં ઉભા રહેવાની કડાફુટ નહી રહી આ એપ્લીકેશનની મદદથી એપોઇમેન્ટ લઇ શકાશે. એપ્લીકેશનમાં સમય આપવામાં આવશે. જે સમયે દર્દીને પહોંચી જવાનું રહેશે.

તદ ઉપરાંત  ઓપીડી ચાર્જ માત્ર દસ (10) રૂપિયા રાખવામાં આવ્યો છે. જે દરેક વ્યકિતને પરવડશે આ ઉપરાંત 10 સ્પેશ્યાલીટીસ્ટની ટીમ સજજ કરવામાં આવી છે. જો કોઇ દર્દીને નાના ઓપરેશન કરવાના થાય તો તે પણ થઇ શકશે હાલ બધી જ સુવિધા અંદાજીત બે મહીના સુધીમાં શરુ થઇ જશે. તેવી માહીતી ડો. ચંદન દેવસિંહ  કટોચ્છ (એકિઝકયુટીવ ડાયરેકટર રાજકોટાએ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.