Abtak Media Google News

હોસ્પિટલના રસ્તાઓ બિસ્માર: રીપેરીંગ કરવા ખાટલે મોટી ખોટ

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્રના લકોો માટે હ્રદય સમાન ગણાતી રાજકોટ સીવીલ હોસ્પિટલની સ્થિતિ બતરથી પણ બતર બની ગઇ છે. અને હોસ્પિટલના અંદરના રસ્તાઓ મરણ પથારી પર હોઇ તેવા બની ગયા છે. જો તમારે ઓપીડી બિલ્ડીંગથી આંખ વિભાગ સુધી સ્ટેચર પર દર્દીને લઇ જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવાનો રહેશે કારણ રસ્તાઓની હાલત અતિ બિસ્માર બની છે. જો તમે તે રસ્તા પરથી જશો તો દર્દીની કમર ભાંગી જશે તેટલા ખાડા ખબડાનો તમારે સામનો કરવાનો રહેશે. ચોમાસા બાદ હોસ્પિટલના માર્ગો ઘોવાઇ ગયા છે જેથી હાલ સુધી પણ તેની મરામત કરવામાં આવી નથી જેના કારણે મોટી હાલાકીનો સામનો દર્દીને કરવો પડે છે.

રાજકોટ સિવીલ હોસ્પિટલ કે જયાં રસ્તઅઓની એવી બિસ્માર સ્થિતિ બની છે કે જો દર્દીને કોઇ સારવાર માટે ઓપીડી બિલ્ડીંગમાં દાખલ કરવામાં આવ્યો હોય કે કોઇ ઓપરેશન માટે ટ્રોમાં બીલ્ડીંગમાં રાખવામાં આવ્યા હોય તો જો દર્દીનો કોઇ એકસ-રે કરાવાની જરુર પડેતો તેને

ઇમરજન્સી વોર્ડની સામે આવેલ એડવીસ નંબરમાં લઇ જવો પડે છે. પરંતુ રસ્તાઓની એવી હાલત બની છે કે સ્ટેચર પર જતા દર્દીઓને ખાડ ખબડાનો સામનો કરવો પડે છે. અને એ ખાડા ખબડાના કારણે દર્દીઓની કમર ભાંગી જાય છે. જેથી તેનો પણ એકસ-રે કરાવો પડે તેવી સ્થિતિ ઉદભવે છે. ઘણા સમયથી ખરાબ પડેલા આ રસ્તાઓને હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું નથી પરંતુ હોસ્પિટલ તંત્ર બીજી પ્રવૃતિમાં ખર્ચ વધારે કરી રહી છે. ઉપર યુકત દ્રશ્યોમાં તમે જોઇ શકો છો કે રસ્તાઓની કેવી બિસ્માર સ્થિતિ બની છે જેથી નવા સ્ટ્રેચરો પણ પાંચ-છ દિવસની અંદર મરણ પથારી જેવા બની જાય છે. આવા રસ્તાઓ  હોવા છતા પણ તંત્ર તેની સામે કેમ નજર કરી રહી નથી ? શું હજુ પણ આવા રસ્તાઓ  રાખવામાં આવશે?  કયારે આ રસ્તાઓનુંરીપેરીંગ કામ શરૂ  કરવામાં આવશે?  તેવા ઘણા પ્રશ્ર્નો  સામે આવી રહ્યા છે.   સુત્રો દ્વારા  મળતી માહિતીમાં  જાણવા મળ્યું હતુ કે હાલ સીવીલ હોસ્પિટલ તંત્ર પાસે રસ્તા  રીપેરીંગ માટે કોઈ ફંડ ઉપલબ્ધ નથી. પરંતુ  તંત્ર પાસે ઈતર પ્રવૃત્તિ  કરવા માટે ફંડ મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે  હોસ્પિટલમાં ટ્રાફીકની  સમસ્ીયા પણ સામે આવી રહી છે. હોસ્પિટલ ચોકમાં બનતા   બ્રિજના  કારણે રસ્તો બંધકરવામાં આવ્યો છષ. જેના કારણે લોકો સોર્ટકટ અપનાવી  રહ્યા છે.જેથી તેઓને  સીવીલ હોસ્પિટલનોઉપયોગ કરવો પડીરહ્યો છે. જેના કારણે અવારા નવાર હોસ્પિટલમાં ટ્રાફીક જામ થતો હોય છે. અને તેના કારણે પણ દર્દીઓ માટે મોટી આફત સર્જાય છે. જો હોસ્પિટળ તંત્ર  દ્વારા રસ્તાઓનું અને સાધનોનું સમારકામ વહેલીતકે  શરૂ કરવામાં નહી આવે તો હજુ પણ દર્દીઓને ભારે હાલાકીનો સામનો  કરવાનો રહેશે.

વિશ્ર્વ કક્ષાની એમ્સ બનતી બનશે એ પહેલા સિવિલને મરણ પથારીથી ઉભી કરવી જરૂરી

હોસ્પિટલની અંદર તંત્ર દ્વારા અવનવી ટેકનોલોજી વસાવામાં આવી રહી છે અને ઓમિક્રોન માટે નવા વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ હોસ્પિટલની બહારની સ્થિતિ, રસ્તાઓ અને સાધનો મરણ પથારીએ પડ્યા છે તો શું તેમાં કોઇ સુધારો તંત્ર દ્વારા કરવામાં આવશે? એક તરફ રાજકોટમા એઇમ્સની શરૂઆત થવાની છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની સ્થિતિ કફોળી બની છે તો શું તંત્ર તેની તરફ પોતાનું ધ્યાન દોરશે કે પછી હજુ પણ સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો રહેશે.

લોકોની બાયપાસ થતા થશે વાહનોનું બાયપાસ પુરજોશમાં જામ્યુ

હોસ્પિટલના રસ્તાઓ મરણ પથારીએ પડ્યા છે ત્યારે હોસ્પિટલ ચોકમાં બનતાં બ્રિજના કારણે ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે લોકો બાયપાસ લેવા માટે હોસ્પિટલના રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે લોકોની બાયપાસ થતા થશે પરંતુ હાલ તો વાહનની બાયપાસ પૂરજોશમાં ચાલી રહી છે. વાહનોના અવર-જવરના કારણે હોસ્પિટલમાં ટ્રાફીક સમસ્યાઓ અવાર-નવાર બની રહી છે. જેથી રસ્તાઓ બિસ્માર બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.