Abtak Media Google News

અબતક, રાજકોટ

જમીન મીલ્કત સંબંધી ગુન્હા અને માફીયાગીરીને નાબુદ કરવા અમલમાં લવાયેલ લેન્ડ ગ્રેબીન્ગ એકટની અસરકારક કામગીરી ના પરીણામો મળવા શરુ થઇ ચુકયા હોય તેમ વર્ષોથી ચાલી રહેલા વિવાદો અને મીલકત સંબંધી ગુનાઓનો ફટાફટ નીકાલ થવા લાગ્યા છે.

રાજકોટમાં લેન્ડ ગ્રેબીન્ગ કમીટી સમક્ષ મુકાયેલા ર૭ કેસોની સમીક્ષા બાદ ૩માં એફ.આઇ.આર. દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજકોટ જીલ્લા કલેકટર અ‚ણ મહેશ બાબુના અધયક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમીટીની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં રજુ કરાયેલા ૨૭ કેસો પૈકી ૩ કેસોમાં સંબંધીતો સામે એફ.આઇ.આર. દાલખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એકટની અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજુ કર્યો હતો. જે મુજબ સમીતી સમક્ષ રજુ કરાયેલા કુલ ર૭ કેસો પૈકી ૧૯ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા પાંચ કેસો પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, એ.સી.પી. એસ.આર ટંડેલ, પ્રાંત અધિકારીઓ સર્વ જી.વી.મિયાણી, રાજેશઆલ, પારસવંડા, પ્રિયંકગલચર, વીરેન્દ્રદેસાઈ,પૂજા જટણીયા અન ેસિર્દ્ધા ગઢવી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી.બીલાઠીયા, ડીવાય.એસ.પી. રાકેશ દેસાઇ તા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.