Abtak Media Google News

જોલી છલકાઇ જતા ટીસીએસ ચોથી વખત શેર બાયબેક કરશે

 

અબતક, મુંબઇ

આઇટી ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવનારા ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ચોથી વખત શેર બાયબેક કરે તે વાત સામે આવી રહી છે. ત્યારે આ અંગે આગામી 12 જાન્યુઆરીના રોજ નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ એ વાત પણ સામે આવી રહી છે કે ટાટા ક્ધસલ્ટન્સી ની ચોલી છલકાઈ ગઈ છે અને તેની પાસે હાલ 52 હજાર કરોડ રૂપિયા જેટલું ઉપલબ્ધ છે. શેર હોલ્ડરો માં ટાટા ક્ધસલ્ટન્સી ના શહેર નું મહત્વ ખૂબ જ અનેરૂ છે અને તેમના માટે તે એક ડ્રીમ હોય છે કે તેઓ ટાટા ક્ધસલ્ટન્સી ના શેરની ખરીદી કરે સામે કંપની પણ પોતાના શેરધારકો માટે ખૂબ વિચારતી નજરે પડતી હોય છે. પ્રાપ્ત માહિતી મુજબ કંપની પાસે હાલ 80 ટકા જેટલું ફ્રી રિઝર્વ પડેલું છે જે આવનારા સમયમાં શેરહોલ્ડરો માં વહેંચશે.બીજી તરફ અત્યાર સુધીમા ટાટા કનસલ્ટનસી એ ત્રણ વખત શેર બાયબેક કર્યા છે અને તે પૈકી 48 હજાર કરોડ રૂપિયા શેરધારકોને પણ આપેલા છે ત્યારે ચોથી વખત તેઓ શેર બાયબેક કરી શેરધારકોને આશરે 60 હજાર કરોડ રૂપિયા આપે તેવી વાત પણ હાલ ચર્ચાઈ રહી છે. આ વાત સામે આવતા ની સાથે જ ટાટા સન્સના શેરના ભાવ ઊંચકાયા હતા અને હજુ પણ આવનારા સમયમાં આ શેરના ભાવ ઊંચા આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આઇટી ક્ષેત્રમાં ટાટા ક્ધસલ્ટન્સી 72 ટકા જેટલો હિસ્સો ધરાવે છે ત્યારે તેની વિશ્વસનીયતા પણ ખૂબ જ વધુ છે. પ્રાપ્ત માહિતી મુજબ ટાટા એર ઇન્ડિયાની ખરીદી કરવા માટે જે મંત્રણા યોજાઇ રહી છે તે છેલ્લા તબક્કામાં છે અને આ અંગે તેઓ સરકાર સાથે 23 જાન્યુઆરીના રોજ ડીલ પણ કરશે. સામે ટાટા સન્સ દ્વારા એર ઇન્ડિયાને 18,000 કરોડ માં ખરીદવાની વાત કરી છે જેમાંથી તેઓ 15300 કરોડનું દેવું ચૂકવશે અને સરકારને તેઓ 2700કરોડ રૂપિયા કેશ પેટે આપશે.

એર ઇન્ડિયાની દિલ થાય તે પૂર્વે જ કદાચ ટાટા ક્ધસલ્ટન્સી ચોથી વખત તેના શેર બાયબેક કરશે અને તેમાંથી કંપનીને આશરે 11 હજાર કરોડ રૂપિયા મળે અને તેમની બેલેન્સશીટ પણ મજબૂત થાય તેવી વાત સામે આવી રહી છે. ટાટા ક્ધસલ્ટન્સી મા કરવામાં આવેલું રોકાણ લાંબા ગાળા માટે ખૂબ લાભદાયી નીવડશે તો હોય છે અને તેઓ આવનારા સમયમાં ડિજિટલ ,ન્યુ એનર્જી ,સપ્લાઈ ચેઇન અને હેલ્થ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવવા માટે સતત પ્રયત્ન અને મહેનત પણ કરી રહ્યું છે. ત્યારે કંપની દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખુબ જ સરાહનીય છે અને તેનો લાભ ખરા અર્થમાં શેરધારકોને મળતો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.