Abtak Media Google News

નોન પર્સનલ ડેટાને પણ ’ડેટા પ્રોટેકશન બીલ’ માં આવરી લેવા સંસદીય સમિતિએ ભલામણ કરી

અબતક, નવીદિલ્હી

ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા અને ડિજિટલ અર્થવ્યવસ્થા બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ કાર્ય માટે ડેટા પ્રોટેક્શન બિલ ખૂબ મહત્વનું સાબિત થશે હાલ આ અંગે અનેક વિધ સજાવો સંસદીય સમિતિ દ્વારા સરકારને આપવામાં આવ્યા છે ,એટલું જ નહીં અનેકવિધ મુદ્દાઓ સુચવવામાં આવ્યા છે. સંસદીય સમિતિ દ્વારા જે સુજાવો આપવામાં આવ્યા તેમાં એ વાત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે આ ડેટા પ્રોટેકશન બીલમાં નોંન પર્સનલ ડેટાનો પણ સમાવેશ થવો જોઇએ જેથી કોઇપણ પ્રકારે ગેરરીતિ આચરવામાં ન આવે. આ મુદ્દાને ધ્યાને લઇ સંસદીય સમિતિએ સરકારને આ અંગે ભલામણ પણ કરી હતી. બીજી તરફ ડેટા પ્રોટેકશન બિલને ખૂબ વિશાળ પરિપેક્ષમાં સમજવું ખૂબ જ જરૂરી છે જેનું મુખ્ય કારણ એ છે કે ડેટા પ્રોટેકશન બિલ દેશના ઉત્થાન માટે ખૂબ જરૂરી સાબિત થશે. હાલ સમગ્ર વિશ્વ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત દેશ પણ ડેટા પ્રોટેકશન બિલમાં આ તકનીકનો ઉપયોગ કરી એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ થશે એટલું જ નહીં જે ડિજિટલ ફ્રોડ થતા હોય છે તેના ઉપર રોક લગાવવામાં આવશે. સંસદીય સમિતિએ વધુમાં એ વાતનો પણ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ડેટા પ્રોટેકશન બિલ અમલી બનતાની સાથે જ જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મછે તેની જવાબદારી ફિકસ કરવામાં આવશે. તેઓએ દરેક ખાતાની યોગ્ય રીતે ચકાસણી પણ કરવાની રહેશે. ડેટા પ્રોટેકશન બિલમાં કોઈ અવરોધ ઊભો ન થાય તો તે માટે સમયાંતરે ઓડિટ એટલું જ નહીં ડેટા પ્રોટેક્શન અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવશે.  બીજી તરફ એ વાતની પણ જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે કે જે ડેટા ખૂબ સેન્સેટિવ હશે તેનો સંગ્રહ માત્રને માત્ર ભારત દેશમાં જ થશે હાલના તબક્કે અત્યારે આ પ્રકારના ડેટા ભારતમાં સંગ્રહિત થતા નથી જેના કારણે અનેક વખત તેનો ગેરલાભ પણ ઉઠાવવામાં આવતો હોય છે.

સરકાર આ સ્થિતિને ધ્યાને લય એ વાત ઉપર પણ ભાર મૂકી રહ્યું છે કે ખરા અર્થમાં ખુદ કી દુકાન પણ હોવી જોઈએ. શ્રી આ પ્રકારના ડેટા માત્રને માત્ર ભારત દેશમાં જ સંગ્રહ થઇ શકે અને તેનો કોઈ પણ પ્રકારે કોઈ ગેરલાભ ઉઠાવી ન શકે. ડેટા પ્રોટેકશન બિલને ખુબ જ ઝડપ કેર અમલી બનાવવા માટે સરકાર દ્વારા અનેક તબક્કે તપાસ કરવામાં આવી રહી છે અને હાર્ડવેર ની સાથે સોફ્ટવેરને પણ વધુને વધુ સારી રીતે વિકસિત કરવામાં આવી રહ્યો છે જેથી કોઈપણ પ્રકારની અગવડતા ન ઉદભવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.