Abtak Media Google News

ગ્રીન એનર્જી તથા અન્ય પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 5.95 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ: રાજ્યમાં 10 લાખ રોજગારી તકોનું સર્જન કરશે

 

અબતક-રાજકોટ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે રોકાણ પ્રોત્સાહન પ્રવૃત્તિના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 5.955 લાખ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેટ્સ થકી ગુજરાતમાં 10 લાખ જેટલી સીધી/આડકતરી રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.

ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે આગામી 10થી 15 વર્ષના ગાળામાં રૂ. 5 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજનના કેપ્ટિવ ઉપયોગ તરફ દોરી જતી નવી ટેકનોલોજી અને ઇન્નોવેશન અપનાવવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાયરૂપ બનવા તથા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા રિલાયન્સ ઇકો-સિસ્ટમ વિકસાવશે. આર.આઇ. એલ. ડીકાર્બોનાઇઝેશન અને ગ્રીન ઇકો-સિસ્ટમના વિકાસ માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરે છે.ગુજરાત સરકાર સાથેના પરામર્શમાં રિલાયન્સ 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કચ્છ, બનાસકાંઠા અને ધોલેરામાં જમીન શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપનીએ કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માંગણી કરી છે.

આર.આઇ.એલ. વધુ રૂ. 60,000 કરોડનું રોકાણ ન્યૂ એનર્જી મેન્યુફેક્યરિંગ – ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યુફેક્યરિંગ સોલાર પી.વી. મોડ્યુલ (પોલિસિલિકોન, વેફર, સેલ અને મોડ્યુલ), ઇલેક્ટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફ્યુઅલ સેલ્સ, વગેરે સહિતની ફેસિલિટી સ્થાપવા માટે કરશે. વધુમાં, રિલાયન્સ જિઓ નેટવર્કને ફાઇવજીમાં અપગ્રેડ કરવા આગામી 3/5 વર્ષમાં રૂ. 7,500 કરોડ, આગામી 5 વર્ષમાં રિલાયન્સ રિટેલમાં રૂ. 3,000 કરોડ અને વર્તમાન તેમજ નવા પ્રોજેક્ટમાં રૂ. 25,000 કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.