Abtak Media Google News

જો રામ કો લાએ હે.. હમ ઉનકો લાયેંગે.. ફિર સે ઉત્તર પ્રદેશ મેં ભગવા લહરાએંગે

વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સ્લોગનના ફોટો સાડીઓમાં પ્રિન્ટ કરાશે

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તેના પ્રચાર માટે હોવી સુરતથી વડાપ્રધાન નરેન્દ્ર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથના ફોટો સાથે પ્રિન્ટ થયેલી સાડીઓનું વિતરણ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને ફરીથી બીજી વખત જીતાવવા માટે સુરતના વેપારીઓ દ્વારા અનોખી સાડી બનાવવામાં આવી છે. વેપારીઓ ભાજપનો પ્રચાર કરશે એટલું જ નહીં, પણ ૧૦૦૦ સાડી પૂર્વાચલ અને પશ્ચિમ યુપીમાં નિઃશુલ્ક રીતે મહિલાઓને આપવામાં આવશે.

જો રામ કો લાએ હે.. હમ ઉનકો લાયેંગે.. ફિર સે ઉત્તર પ્રદેશ મેં ભગવા લહરાએંગેના સ્લોગન સાથે સુરતના વેપારીઓ દ્વારા સાડી બનાવવા આવી છે. સાડીના પલ્લુંમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે કમળનો ફોટો લગાવી ભાજપનો પ્રચાર કરવામાં આવશે.

ટેક્સટાઇલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જેવી રીતે ૭૦ વર્ષમાં પ્રથમ વખત અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેનો સંપૂર્ણ શ્રેય ભાજપ અને નરેન્દ્ર મોદીને જાય છે. એટલા માટે આ વખતે ફરીથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બને તે માટે સુરતમાંથી થ્રી-ડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટ સાડી ઓર્ડર પર બનાવવામાં આવશે. જે યુપી મોકલવામાં આવશે. પ્રથમ ૧૦૦૦ સાડી અન્ય સમાજની મહિલાઓને મફતમાં આપવામાં આવશે. ત્યારબાદ ઓર્ડર પ્રમાણે સુરતથી સાડી મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.