Abtak Media Google News

 

આગામી વર્ષ 2025 સુધીમાં દેશમાં 50 હજાર કરોડનું રોકાણ થશે,400 ટકાના ઉછાળા સાથે સોલાર મોડ્યુલનું ઉત્પાદન કરાશે

 

અબતક, નવીદિલ્હી

સરકાર સમગ્ર ભારત દેશમાં ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ સર્જવા માટે અને વિકાસ લક્ષી પગલાઓ લઇ રહ્યું છે ત્યારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દરેક રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા બિન પરંપરાગત સ્રોત જે કહી શકાય તેમાં વધુ અગ્રેસર થવા તાકીદ કરવામાં આવી તે અને જે અંગે લક્ષ્યાંક પણ આપવામાં આવતો હોય છે. આ તકે સરકારે આગામી વર્ષ 2025 સુધીમાં સૌર ઊર્જા ક્ષેત્રે 50,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ધાર કર્યો છે અને જે રીતે સમગ્ર ભારતમાં સોલાર મોડ્યુલના ઉત્પાદન થઈ રહ્યા છે તેમાં પણ 400 ટકાનો વધારો કરવા માટેનો લક્ષ્ય સાધવામાં આવ્યો છે. આ કાર્ય કર્યા બાદ માત્ર ભારત જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય અને સૌરાષ્ટ્રને ખૂબ સારુ પરિણામ મળી રહેશે.

એક તરફ જે રીતે ઊર્જા મોંઘી થઈ રહી છે ત્યારે સોલાર એનર્જી, વિંડ એનર્જી અને હાઇડ્રોપાવર પ્લાન્ટ કે જે  ઉર્જા સ્ત્રોત છે કે તે લોકોને નજીવા દરે  ખુબ લાંબા સમય માટે મળતા રહે અને  તેનો લાભ મળતો રહે છે માત્ર જરૂરિયાત એ છે કે આ તમામ ક્ષેત્ર અને તમામ ઉર્જા અને સંગઠિત કરવામાં આવે અને તે દિશામાં આગળ પગલાં લેવામાં આવે. આ તમામ ઉર્જા માટે સરકાર દ્વારા પ્રોત્સાહિત નીતિ પણ જાહેર કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સૂર્ય ઉર્જા માં જે રીતે સરકારે સબસીડી માં જે ઘટાડો કર્યો હોવાની વાત સામે આવી રહી છે ગુજરાત રાજ્યમાં તેને લઈને અનેક અંશે રોષ જોવા મળી રહ્યો છે.

સરકાર આ ક્ષેત્રમાં યોગ્ય સબસીડી આપે તો તેનો ફાયદો માત્ર ભારત દેશ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોને થશે. કેન્દ્ર સરકાર દ્વારા જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે વર્ષ 2025 સુધી નો તેમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન વધુ 30 થી 35 ગીગા વોટ  ફ્રેશ મોડ્યુલ કેપીસીટિનું ઉત્પાદન કરવામાં આવશે. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર હોવાના કારણે ભારતે ઉપર વધુ નિર્ભરતા દાખવી પડે છે ત્યારે આવનારા સમયમાં જો સ્થાનિક સ્તર પર  આ પ્રકારના મોડ્યુલનું ઉત્પાદન કરવામાં આવે તો તેનો સીધો જ ફાયદો વૈશ્વિક સ્તર પર જોવા મળશે. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે એક ગીગા વોટ મોડ્યુલ લાઈન ઉભી કરવા માટે 200 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે સરકારે 30 થી 35 ગીગાબારોટ સૌર ઊર્જાને વિકસિત કરવાનું વિચાર કરી રહી છે.

એ વાત સાચી છે કે, આવનારો સમય ભારત માટે ઊર્જા ક્ષેત્રને લઈ ખૂબ મહત્વનો બની રહેશે જો આ સમયગાળા દરમિયાન ભારત યોગ્ય નીતિ વિષયક નિર્ણયો અને પગલાઓ લેશે તો ઉર્જા ક્ષેત્ર સંપૂર્ણ પણે વિકસિત થશે અને તેનો લાભ સ્થાનિક ઉત્પાદકો ની સાથે મોટા ઉદ્યોગકારોને પણ હશે પરંતુ હકીકત એ છે કે સ્થાનિક ઉત્પાદકો અને ઊર્જા ક્ષેત્રે વધુ પ્રોત્સાહિત કરવા એટલા જ જરૂરી છે હાલના તબક્કે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે તે ખૂબ જ ઓછી હોવાના કારણે ઘણા ખરા પ્રકારે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે જો સરકાર આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાને લઇ સબસીડી વધારે તો ભારત દેશ સહિત ઊર્જા ક્ષેત્રે જોડાયેલા ઉદ્યોગકારોને તેનો ખૂબ મોટો ફાયદો મળી રહેશે અને લોકોમાં પણ જાગૃતિ વધુને વધુ જોવા મળશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.