Abtak Media Google News

અબતક, રાજકોટ

અદાણી વિલ્મર લિમિટેડનો આઇપીઓ 27 જાન્યુઆરીએ ખૂલશે.ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ (ઇક્વિટી શેર્સ) રૂ. 218થી રૂ. 230 નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ 65 ઇક્વિટી શેરમાં અને પછી 65 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

એક રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ પ્રાઇસ બેન્ડ રૂ.218 થી રૂ.230 નક્કી કરાઇ

ઇશ્યૂમાં કંપની દ્વારા રૂ. 36,000 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ હશે, જેમાં આરએચપીમાં સૂચિત રીતે ચોક્કસ લાયકાત ધરાવતા કર્મચારીઓને ફાળવણી માટે રૂ. 1,070 મિલિયન સુધીના ઇક્વિટી શેર સામેલ હશે (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) તથા રૂ. 3,600 મિલિયન સુધીના કુલ ઇક્વિટી શેર કંપનીના પ્રમોટર અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (એઇએલઅને ઇશ્યૂનો આ પ્રકારનો હિસ્સો, શેરહોલ્ડર રિઝર્વેશન પોર્શન)ના ચોક્કસ લાયકાત ધરાવતા શેરધારકોને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અને શેરહોલ્ડર રિઝર્વેશન પોર્શન સિવાયનો ઇશ્યૂ નેટ ઇશ્યૂ (નેટ ઇશ્યૂ) છે. ઇક્વિટી શેરદીઠ રૂ. 21નું ડિસ્કાઉન્ટ એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં બિડ કરનાર લાયકાત ધરાવતા કર્મચારીઓને ઓફર કરવામાં આવ્યું છે અને આ પ્રકારના ડિસ્કાઉન્ટને રેડ હેરિંગ પ્રોસ્પેેક્ટ્સ તારીખ 19 જાન્યુઆરી, 2022 (આરએચપી)નો ભાગ ગણાશે તથા આરએચપી સાથે સંયુક્તપણે વાંચવું જોઈએ.

બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે પ્રસ્તુત થયેલી આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રુલ્સ, 1957માં થયેલા સુધારા (એસસીઆરઆર) સાથે નિયમ 19(2)(બી)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018માં થયેલા સુધારા (સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ)ના નિયમન 31 સાથે વાંચીને તથા સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 6(1)નું પાલન કરીને રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી, ક્યુઆઇબી પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ વિવેકાધિન રીતે એન્કર રોકાણકારોને ફાળવણી શકે છે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન), જેમાંથી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને અનુરૂપ એક-તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિંમતે કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે બિન-ફાળવણીના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર ચોખ્ખા ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.