Abtak Media Google News

પુર્વ નાંણામંત્રી બાબુભાઇ શાહના પુત્રી જાગૃતિબેન શાહ, પુત્ર ગૌતમ શાહ સહિતના 44 કોંગી આગેવાનો અને ભક્તિબેન કુબાવત, મમતાબેન સોની, જાણીતા અભિનેત્રી ફાલ્ગુનીબેન રાવલ સહિતના કલાકારો ભાજપમાં જોડાયા

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કચ્છના કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત કલા જગતના નામાકિંત કલાકારો આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પક્ષમાં જોડાયા હતા. આઝાદી પછી પ્રથમ વખત ખેડા સહકારી બેન્ક લી.ના જીતેલા તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરી સી.આર. પાટીલે શુભાકામના પાઠવી હતી. પ્રદેશ કાર્યાલય ” કમલમ”  ખાતે કચ્છના કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત કલા જગતના નામાકિંત કલાકારો આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પક્ષમાં જોડાયા હતા જેમાં પુર્વ નાંણામંત્રી બાબુભાઇ શાહના પુત્રી કુમારી જાગૃતિબેન શાહ કે જેઓ કચ્છના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ રહી ચૂકયા છે

તેમજ પુર્વ નાંણામંત્રી બાબુભાઇ શાહના પુત્ર ગૌતમભાઇ શાહ તથા કચ્છ જીલ્લા પુર્વ મહામંત્રી યુવરાજસિંહ લીંબાડ, કોંગ્રેસ શહેરના પુર્વ મહામંત્રી વિજયભાઇ વઢવાણ સહિત 44 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા અને કલાકાર જગતના જાણીતા કલાકારોમાં ભક્તિબેન કુબાવત, મમતાબેન સોની, જાણીતા અભિનેત્રી ફાલ્ગુનીબેન રાવલ, કામિનીબેન પટેલ, હેમાંગભાઇ દવે, હેતલભાઇ ઠક્કર,  સની કુમાર,  પ્રશાતભાઇ બારોટ,  જ્યોતબેન શર્મા જોડાયા હતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આઝાદી પછી પ્રથમ વખત ખેડા સહકારી બેન્ક લી. ના જીતેલા તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરી શુભાકામના પાઠવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું હતું.

ખેડા જીલ્લા સહકારી બેંક લી. ની ચૂંટણીમાં 17 બેઠક પૈકી 9 બેઠક પર ભાજપ ઉમેદવારોની જીત અને 4 બેઠકો પર ઉમેદવારની બીનહરીફ જીત સાથે કુલ 13 બેઠક ભાજપ પ્રેરિત પેનલે જીત મેળવી ઇતિહાસ રચ્યો છે.પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ તમામ કાર્યકરોને પક્ષમાં આવકાર્તા જણાવ્યું કે, જાગૃતિબેનનું કચ્છ અને રાપર વિસ્તારના વિકાસમાં મોટુ યોગદાન છે અને પક્ષમાં તેમનું સ્વાગત છે. જાગૃતિબેન જેવા મહિલા આગેવાન રાપર જેવા વિસ્તારમાં પણ જીલ્લા પંચાયતમાં ચૂંટાઇને આવ્યા હોય ત્યારે તેઓ ભાજપમાં જોડાતા હોય ત્યારે ચોક્કસ ભાજપ સંગઠનને પણ તેમની શક્તિનો લાભ મળશે. વાઘેલાજીએ જણાવ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં પાર્ટી મજબૂત થઇ રહી છે. અમારી પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.